News
વલસાડ જિલ્લામાં વાહકજન્ય રોગના નિયંત્રણ માટે અટકાયતી પગલાં લેવાયા.
માહિતી બ્યુરો વલસાડ તા.૨૦:વલસાડ જિલ્લામાં કોરોના મહામારીની સાથે-સાથે ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોનું પ્રમાણ વધે નહીં તે માટે જિલ્લાની તમામ તાલુકાઓમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે.
આ વર્ષમાં ઓગસ્ટ માસના અંત સુધીમાં મેલેરીયાના ૭ કેસો મળી આવતાં આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનો દ્વારા રોગ અટકાયતી પગલાંની કામગીરી કરવામાં આવી છે. વલસાડમાં ૩ વાપીમાં ૨ અને ઉમરગામમાં ૨ એમ સાત કેસો નોંધાયા છે. આ ઉપરાંત વલસાડ તાલુકાની ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં ૭ શહેરી અને ૪ ગ્રામ્ય મળી કુલ ૧૧ કેસો મેલેરીયાના જોવા મળ્યા છે.
વાહકજન્ય રોગ અટકાયતની કામગીરીમાં કુલ ૧,૮૬,૦ ૭૬ વ્યક્તિઓના લોહીના નમુનાઓ લેવામાં આવ્યા છે. ૩૯,૯૦,૬૪૯ શંકાસ્પદ મચ્છર ઉત્પતિ સ્થાનો તપાસતા કુલ ૬૧૬૨૯ જ્ગ્યાઓ પોઝીટીવ મળતાં આ સ્થળો ઉપર જિલ્લાના ૫,૬૩,૮૮૪ સ્થળોએ ટેમીફોસ દ્રાવણ નાંખવાની, ૩૭૬૪ ઘરોમાં ફોગિંની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૯૬૬૨ જેટલી મચ્છરદાનીઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી જિલ્લામાં વાહકજન્ય રોગોના પ્રમાણમાં ઘટાડો નોાંયો છે.વલસાડ જિલ્લાની સરકારી સંસ્થાઓમાં ડેન્ગ્યુના ૨૧ કેસો તથા ખાનગી હોસ્પીટલોમાં શંકાસ્પદ ૧૬૭ કેસો નોંધાવામાં આવ્યા છે. દરેક ડેન્ગ્યુના કેસોને ધ્યાને રાખી રોગ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. સૌથી વધુ વલસાડ તાલુકામાં ૯૩ શંકાસ્પદ ડેન્ગ્યુ કેસો જોવા મળ્યા છે.વલસાડ જિલ્લામાં જુલાઇ- ઓગસ્ટ માસમાં તાવનાં ૬૨૪૬ કેસોમાંથી ૧૨૧૩ કેસો ઝાડાના મળી આવ્યા છે. વલસાડ જિલ્લાના નાગરિકોને પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. અનિલ પટેલ દ્વારા વાહકજન્ય રોગોના અટકાયતી પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment