પારડી તાલુકાના નાનાવાઘછીપા ગામે ગણપતિ ઉત્સવના અનંત ચૌદસ ના દિવસે શ્રીજી ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું

પારડી તાલુકાના નાનાવાઘછીપા ગામે ગણપતિ ઉત્સવના અનંત ચૌદસ ના દિવસે શ્રીજી ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અહીં વહેલી સવારે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2 જોડાઓ પૂજામાં બેઠા હતા. ત્યારબાદ પારડી તાલુકા ના ગ્રામીણ વિસ્તારોમાં નાનાવાઘછીપા , મોટાવાઘછીપા , પરવાસા , સોનવાડા માં વહેલી સવારથી ગણેશ મંડપમાં ગણેશ પ્રતિમાઓની વિસર્જન માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. ગણેશ મંડળ માં ગામના અગ્રણી, મહિલા, વડીલો, યુવાનો, બાળકો સાથે રહી ગણેશજીની આરતી પૂજા બાદ ડીજે ના સુરતાલે ગણપતિ બાપ્પા મોરિયા ના નારા સાથે ઉત્સાહભેર વિસર્જન યાત્રા નીકળી હતી. ભક્તિમય વાતાવરણ માં પરવાસા પારનદી કિનારે શ્રીજીની પ્રતિમાનું ભક્તો એ વિસર્જન કર્યું હતું. 
                    તસવીર અક્ષય દેસાઈ
  તેમજ પારડી ના તળાવ ની પાળ શાકભાજી માર્કેટ પાસે આવેલ જળદેવી માતાજી ના મંદિર પાસે ગણપતિજી પ્રતિમા ને ૫૧ દીવાની મહાઆરતી, અને ભક્તો દ્વારા 56 ભોગ તેમજ ભજન-કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના માજી પ્રમુખ રતનબેન રમેશભાઈ પટેલ, હિરેનભાઈ, રાજકુમાર, પંકજ ગરાણીયા,તેમજ શાકભાજી માર્કેટના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.અને ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ધાર્મિક વાતાવરણ માં છવાયું હતું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close