News
વલસાડ તાલુકામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ
માહિતી બ્યુરો વલસાડ તા.૨૧: વલસાડ તાલુકાના આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ શપથ, રેલી, વૃક્ષારોપણ, ડોર ટુ ડોર ગૃહમુલાકાત દ્વારા સગર્ભા, ધાત્રી, કિશોરીઓને આઇ.એફ.એ. ટેબલેટના વપરાશ બાબતે પ્રોત્સાહન આપવાની સાથે યોગાના સત્રોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક ખોરાક અંગે જાગૃતિ લાવવા ગૃહમુલાકાત કરી ટેક હોમ રાશનનાં બહોળા ઉપયોગના પ્રચાર પ્રસાર માટે તમામ આંગણવાડી, સબ સેન્ટર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તમામ જાહેર સ્થળોએ ટી.એચ.આર. કોર્નરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફાઈલ તસવીર
આ કોર્નરમાં ટી.એચ.આર.માંથી વિવિધ વાનગી બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું. અતુલ ફાઉન્ડેશન દ્વારા લાભાર્થીઓને પોષણ કીટ અને આત્મા પ્રોજેકટ દ્વારા અતિ કુપોષિત બાળકોને બિયારણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમોમાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, મુખ્યસેવિકા તથા આંગણવાડી કાર્યકરો બહેનોએ હાજરી આપી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment