પારડી બાલાખાડી પાસે ગૌમાતા ખાળકૂવામાં પડી ગઈ અંદર ફસાઈ જતા ગૌ પ્રેમીઓ એ ગાયને ખાળકૂવા માંથી બહાર કાઢી જીવનદાન આપ્યું.
પારડી બાલાખાડી પાસે ગૌમાતા ખાળકૂવામાં પડી જઈ અંદર ફસાઈ જતા જેને ગૌરક્ષકો એ સહી સલામત રીતે બહાર કાઢી હતી. બાલાખાડી વિસ્તારમાં ખાળકૂવા નું ઢાંકણ ખુલ્લું હોવાથી ગાય અંદર ખાબકી ગઈ હતી. જે અંગે સ્થાનિક લોકો એ ગૌરક્ષક કીર્તિભાઇ ભંડારી અને કાંતિભાઈ માલી ને સંપર્ક કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા.
તસવીર અક્ષય દેસાઈ
ગૌપ્રેમી ઓએ ગાયને ખાળકૂવા માંથી બહાર કાઢી જીવનદાન આપ્યું હતું. અને ગાય ને ઇન્જેક્શન તેમજ સારવાર આપી હાલ ગાય ની હાલત સુરક્ષિત હોવાનું ગૌરક્ષક કાંતિ માલી એ જણાવ્યું હતું. જો કે વારંવાર રખડતા પશુઓ સાથે બનતી ઘટના ને લઇ ગૌપ્રેમીઓ માં નારાજગી પ્રસરી રહી છે. ત્યારે પશુપાલકો મૂંગા પશુઓને છોડી મુકતા હોય છે. આવા પશુ માલિકો એ પશુઓની સારવાર ન થતી હોય તો ગૌપ્રેમીઓનો સંપર્ક કરી પશુઓને સોંપી શકે છે. અથવા તો પશુઓનું ધ્યાન રાખી સલામત રાખવા અપીલ કરી હતી. જેથી આવી ઘટના બનતા અટકી શકે.
Previous article
Next article
Leave Comments
Post a Comment