વાપી ઝંડા ચોક યુવા મિત્ર મંડળ દ્વારા આ વખતે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીની થીમ ઉપર ગણેશ સોસાયટી નું નિર્માણ કરી થીમ બનાવવામાં આવી.

વાપીમાં અલગ-અલગ ગણેશ મંડળો દ્વારા ગણપતિ ની સ્થાપના કરવામાં આવે છે જેમાં વાપી ઝંડા ચોક યુવા મિત્ર મંડળ દ્વારા આ વખતે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીની થીમ ઉપર ગણેશ સોસાયટી નું નિર્માણ કરી થીમ બનાવવામાં આવી છે.
આ થીમના આધારે સોસાયટીમાં ગણપતિ દાદાનો બિરાજમાન કરવામાં આવ્યા છે સાથે મટકીફોડ કાર્યક્રમ પણ બતાવવામાં આવ્યો છે અને સોસાયટીની બાળકની ઓમાન અને સોસાયટીના કમ્પાઉન્ડમાં લોકો ઉભા રહીને દરેક તહેવારની મજા માણતા હોય તેવું દ્રશ્ય આ મંડળ દ્વારા ઉભો કરવામાં આવ્યો છે.
આ મંડળ છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ થીમ લઈને ગણપતિ દાદાની પૂજા અર્ચના કરતો આવું છે પૂજા દરમિયાન દર્શનાર્થીઓ માટે અલગ-અલગ પ્રસાદ પણ ધરવામાં આવે છે.સાથે અખંડ દીપ અને સવાર-સાંજ બાપા ની આરતી તેમજ પ્રસાદ રાખવામાં આવે છે
 આ મંડળની સેવા કરી પ્રવૃત્તિ દ્વારા દૂરથી ગણપતિ ના દર્શન કરવા લોકો આવી રહ્યા છે સાથે સાથે વાપીમાં બિરાજમાન ૨૦૦થી વધારે ગણપતિ દાદાના દર્શન માં ઝંડાચોક મિત્ર મંડળ દ્વારા આયોજીત ગણપતિ સ્થાપના ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આ મિત્ર મંડળ માં સભ્યો દ્વારા લોકોમાં સારો મેસેજ જાય તેવા હેતુસર બાપા ની સ્થાપના કરવામાં આવે છે જેમાં કોરોના મહામારી ને લઈને આ વર્ષે social distancing અને કોરોના ગાઈડ નું પાલન કરવા બાબતે મંડળ દ્વારા કરવામાં આવી હતી.જેમાં ત્રણ ફૂટે દર્શનાર્થી ઓને ઊભું રહેવાનું માસ અવશ્ય પહેરવું ગેટની બહાર રાખેલા સેનેટાઈઝર ઉપયોગ કરી અને પછી બાપાના દર્શન કરવા જેવી કોરોના ગાઈડ લાઈન કાયદાનું પાલન કરનાર ને એન્ટ્રી આપવામાં આવે છે. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close