News
વહેલી સવારે ધંધૂકા-બગોદરા રોડ પર ઊભેલી ટ્રક પાછળ પૂરપાટ આવી રહેલી ઇકો કાર ટકરાઈ, ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત.
અમદાવાદ જિલ્લાના ધંધૂકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં કારમાં બેઠેલી ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઇકો કાર પૂરઝડપે જતી હતી અને એ આગળ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં ધંધૂકા અને ફેદરા લોકેશનની 108 ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલી બે વ્યક્તિને 108ના સ્ટાફે મહામહેનતે બહાર કાઢી હતી.
ઘટનાને પગલે ધંધૂકા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતકો અમદાવાદના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ધંધૂકા પોલીસે પરિવારને જાણ કરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment