News
ICICI બેંક ના બહાર ગ્રાહકો ગ્રાહકો આડેધડ વાહન પાર્કિંગ કરી દેતા ટ્રાફિક ને લઇ આજરોજ શુક્રવારના સ્થાનિક લોકો સાથે બબાલ ઉઠવા પામી
પારડી બજારમાં જુના બસ સ્ટેન્ડ પાસે ICICI બેંક ના બહાર ગ્રાહકો ગ્રાહકો આડેધડ વાહન પાર્કિંગ કરી દેતા ટ્રાફિક ને લઇ આજરોજ શુક્રવારના સ્થાનિક લોકો સાથે બબાલ ઉઠવા પામી હતી.
નગર પાલિકા ના ડ્રેનેજ સમિતિના ચેરમેન અલી અન્સારી, મનોજ ભાનુશાલી વગેરે ઓ એ ટ્રાફિક પોલીસને બોલાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. ટ્રાફિક ના મુદ્દે ICICI બેંક ના મેનેજર સાથે ઘર્ષણ થવા પામ્યું હતું.
જેમાં બેંક માં આવતા ગ્રાહકો રસ્તા વચ્ચે પોતાના વાહનો મૂકી જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અર્ધો કલાક સુધી પરેશાન થયા હતા. બાદમાં ટ્રાફિક પોલીસ રમેશભાઈ આવી જતા અલી અન્સારી એ તેઓને અહીં બજારમાં કોઈપણ હોમગાર્ડ મુકતા નથી અને અહીં વારંવાર ટ્રાફિકની સમસ્યા ને લઇ સ્થાનિક લોકો પરેશાન થાય છે.
ટ્રાફિક પોલીસે વાહનો ની લાંબી કતાર ને ખુલ્લો કર્યો હતો. જો કે આજે પાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન અલી અન્સારી ગુસ્સે થતા વિવાદ નો અંત આવ્યો હતો. જો કે આ સમસ્યા બાબતે બેંક ના મેનેજર ને બોલાવતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment