સસ્તા અનાજની દુકાનમાં વડાપ્રધાન મોદીજી ના જન્મ દિન અવસરે કાર્ડ ધારકોને મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું

પારડી બહુચર માતાજીના મંદિર પાસે સહકારી મંડળી સસ્તા અનાજની દુકાનમાં વડાપ્રધાન મોદીજી ના જન્મદિન અવસરે કાર્ડ ધારકોને મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લઇ કાર્ડ ધારકો એ મોદીજી ના લાબું આયુષ્ય ની પ્રાર્થના કરી હતી. આ મફત અનાજ નું વિતરણ નવેમ્બર માસ સુધી કરવામાં આવશે.
                    તસવીર અક્ષય દેસાઈ
સસ્તા અનાજના સહકારી મંડળી ના ચેરમેન અરવિંદ ભાઈ સંઘાડિયાના જણાવ્યા મુજબ આજરોજ શુક્રવાર ના સવારથી જ સોસીયલ ડિસ્ટન્સ સાથે લાભાર્થીઓ અનાજ લેવા માટે આવ્યા હતા. તેઓને ચોખા, ઘઉં, દાળ, ખાંડ, મીઠું નું વિતરણ કરવામાં આવે છે. તેઓની દુકાન ન. 1 માં 308 અને 2. માં 285 કાર્ડ ધારકો છે. જેઓને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના 71 માં જન્મદિવસ નિમિતે આજરોજ સહકારી મંડળી માં કાર્ડ ધારકો સાથે મળી ને કેક કાપી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. કાર્ડ ધારકો એ જણાવ્યું હતું કે આ યોજના ગરીબો માટે ખુબ જ લાભદાયી છે હોવાનું જણાવ્યું હતું. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close