પારડીમાં તબીબના બંગલમાં તસ્કરે ચોરીનો પ્રયાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થઇ હતી.

પારડી ને.હા.ન. 48 સ્થિત પ્રજાપતિ હોલ ની સામે રહેતા ડો. લતેશ પટેલ ના બંગલામાં તસ્કરો એ ફરી એક વખત ચોરીનો પ્રયાસ કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ ચોરી ની ઘટના અંગે ડો. લતેશ પટેલે જણાવ્યું હતું કે પહેલા પણ અમારા બંગલામાંથી ચોરી થઇ હતી. અને ફરી એક વખત સોમવારની ગત રાત્રીના 1.20 વાગ્યાના સુમારે તસ્કરો ગેટ માં પ્રવેશતાની સાથે જ કેમેરા ને સાઈડમાં ખસેડ્યા હતા અને લાઈટ નો બલ્બ કાઢી નાખ્યો હતો. 
જેથી અંધારાનો લાભ લઇ ચોરી કરી શકે. પરંતુ અન્ય કેમેરા પણ લાગેલ હોવાનું ચોર ને જણાતા ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જે સીસીટીવી ફૂટેજ માં સમગ્ર ઘટના કેદ થતા ચોર મોઢા પર કપડું બાંધીને આવ્યો હતો. ત્યારે ડો. લતેશ પટેલના બંગલામાં ફરી એક વખત ચોરીનો પ્રયાસ થતા તેઓ ચિંતામાં મુકાયા છે. 
રાત્રી ના પોલીસ પેટ્રોલિંગ વધારે એવી પારડી શહેરમાં બૂમ ઉઠી રહી છે. જો કે આજના આધુનિક યુગ માં ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે ઘર ના સોફા પર બેઠા-બેઠા દુનિયા જોઈ શકીએ છીએ. છતાંયે તસ્કરો કાનૂન અથવા પોતાના ચહેરા કેમેરા માં આવવાના ડર વિના લીલાલહેર કરી રહ્યા છે. જાણે કોઈનો ડર જ ના હોય એવી રીતે ચોરટાઓ હાથ ફેરો કરી જતા હોય છે. ત્યારે આવા ચોરટાઓ સામે ક્યારે લગામ લાગશે એવી લોકોમાં ચર્ચા એ જોર પકડ્યું છે.    
આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close