News
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિ નારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયોઆગામી ૨૦૩૦ સુધીમાં ભારત ફાર્મા સેક્ટરમાં વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને નામના મેળવશે: શ્રી મુકેશ પટેલ
શ્રીમતી. ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિ નારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, વાપીમાં ૨૧-૦૯- ૨૦૨૧,મંગળવારના રોજ એસોસીયેટ પ્રોફેસર ડૉ. અનુરાધા પી. પ્રજાપતિ ના નેતૃત્વ હેઠળ પ્રથમ વર્ષ એમ.ફાર્મના નવા પ્રેવશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓનુંનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી. મુકેશ પટેલ જેઓ એસોસીયેટ વાઈસ પ્રેસિડેન્ટ ઓપેરશન-સન ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ (દાદરા એન્ડ નગર હવેલી) હાજર રહયા હતા અને તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇન્ડસ્ટ્રીયલ સ્કીલ ડેવલપમેન્ટ તેમજ ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતા વિવિધ એનાલીટીકલ ટૂલ્સ પૈકી સિક્ષ સિગ્મા કોન્સેપ્ટ જે રેગ્યુલેટરી અફેરનું પ્રોડક્ટની ક્વોલીટી મેઝર કરવાનું ટૂલ છે જેના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા માટે પર્સનાલીટી, ધ્યેય અને આત્મવિશ્વાસી બનવા માટેની પ્રેરણા આપી હતી અને વિદ્યાર્થીઓને જીવનમાં સમયનો સદ્-ઉપયોગ કરવા માટેનું મહત્વ સમજાવ્યું હતું. પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલ જીવનદાસજીએ વિદ્યાર્થી ઓને આદર્શ વિદ્યાર્થીની સાથે વ્યકતી બનીને સમાજ તથા પરિવારનું ગૌરવ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમજ વિદ્યાર્થીઓને સંસ્થામાં સંસ્કાર સાથે પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.
આ ઉપરાંત કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સંશોધનો કરવા માટે પ્રેરિત કર્યા હતા.
તેમજ ઉપસ્થિત રહેલ મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થી ઓનો અભારવિધિ દ્વારા અભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધિસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન ઉપાધ્યાય, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ લુહાર, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment