આઇ-ખેડૂત પોર્ટલ ઉપર બહુવર્ષાયુ ફળઝાળનો ઘટકો તેમજ છત્રી/ શેડકવર માટે ઓનલાઇન અરજી કરો

માહિતી બ્‍યુરો વલસાડ તા.૧૮: વલસાડ જિલ્લામાં ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ ઘટકો માટે સરકાર દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ તા.૧૫/૦૯/૨૦૨૧ થી તા.૩૦/૦૯/૨૦૨૧ સુધી પ્રોજેકટ બેઝ તેમજ બહુવર્ષાયુ ફળઝાડનાં ઘટકો માટે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ચાલુ વર્ષે બાગાયત ખાતાનાં ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્‍યે છત્રી/ શેડ કવર પુરા પાડવા માટે આઈ ખેડુત પોર્ટલ તા.૧૫/૧૦/૨૦૨૧ સુધી ખુલ્લું મૂકવામાં આવ્‍યું છે.
આ ઘટકો માટે ખેડુત મહિલા લાભાર્થીઓ તેમજ નાના વેચાણકારોએ આઈ-ખેડુત પોર્ટલમાં અરજી કરી અરજી પ્રિન્‍ટ મેળવી જરૂરી સાધનિક દસ્‍તાવેજો સહિત નાયબ બાગાયત કચેરી જિલ્લા સેવાસદન-૧, પહેલો માળ, વલસાડ ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા તાત્‍કાલિક ૧૦ દિવસમાં મોકલી આપવાની રહેશે. ત્‍યાર બાદ જ તેઓની અરજીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું વલસાડના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવ્‍યું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close