મહિલા રોકડ પુરસ્‍કાર માટેની અરજી તા.૧૫મી ઓક્‍ટોબર સુધીમાં મોકલી આપવી

માહિતી બ્‍યુરો વલસાડ તા.૧૮: સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ : ૨૦૨૧ ૨૨ ના વર્ષમાં વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય ખેલ મહાકુંભ સ્‍પર્ધાઓ અંડર ૧૪, ૧૭, ૧૯ અને સ્‍કુલ ગેઇમ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા દ્વારા આયોજિત રાષ્‍ટ્રકક્ષાની સ્‍પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્‍વ કરેલું હોય તેવી મહિલા ખેલાડીઓને કોઇ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્‍ધિ માટે મહિલા રોકડ પુરસ્‍કાર યોજના માટેનું ફોર્મ ભરીને તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, ૧૦૭, જુની બી.એસ.એન.એલ. ઓફિસ, પોસ્‍ટ ઓફિસની પાછળ, હાલર રોડ,વલસાડ -૩૯૬૦ ૦૧ને મોકલવાની રહેશે,
ત્‍યારબાદ અરજી સ્‍વીકારવામાં આવશે નહીં. વર્ષઃ-૨૦૧૯ -૨૦, ૨૦૨૦-૨૧ માં મહિલા રોકડ પુરસ્‍કાર યોજનાથી વંચિત રહી ગયેલા ખેલાડીઓ પણ અરજી કરી શકાશે. આ અંગે વધુ વિગતો માટે કચેરીના ફોન નંબર ૦૨૬૩૨ -૨૫૪૬૦૫ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્‍દ્રના સીનિયર કોચ દ્વારા જણાવાયું છે. 

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close