સફેદ કલરની હાઈફાઈ વેન્યુ કાર નં MH43BN9461ને અટકાવી પોલીસે આ કારની તલાસી લેતા કારના ડીકી માંથી બે અલગ અલગ નંબર પ્લેટો મળી આવી હતી જેથી કાર ચોરીની હોવાની શંકા જતા પોલીસે કારનો કબજો લીધો

વલસાડ એલસીબી પોલીસ ટીમને ને મળેલ બાતમી ના આધારે  એલ.આર. પી.સી પરેશ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર દાન ખાનગી વાહનમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા નાસતા ફરતા વોન્ટેડ આરોપી ઓને પકડવા પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા.
તે દરમિયાન તેમણે પારડી દમણીઝાંપા નેશનલ હાઇવે નંબર 48 પર શંકાના આધારે સફેદ કલરની હાઈફાઈ વેન્યુ કાર નં MH43BN9461ને અટકાવી તેમાં સવાર કાર ચાલક રવિ નારાયણભાઈ બલાલ રહે નવસારી છાપરા ગામ પાસે કારના   કાગડિયા માંગતા  કાર ચાલકે  ગલ્લાતલ્લા કર્યા હતા જેથી પોલીસે આ કારની તલાસી લેતા કારના ડીકીમાંથી બે અલગ અલગ નંબર પ્લેટો મળી આવી હતી જેથી કાર ચોરીની હોવાની શંકા જતા પોલીસે કારનો કબજો લીધો હતો  
પોલીસે કાર સાથે ઝડપાયેલા રવિ ની પૂછપરછ કરતાં તેણે આ કાર નવસારી ખાતેથી દિપક અશોક દેવરે એ આપી અને સેલવાસ નરોલી ખાતે સંજય દેવરેને આપવા જવાનો હોવાની વાત કરી હતી જોકે આ સમગ્ર બાબતે પોલીસને શંકા જણાતા પોલીસે તેની ધરપકડ કરી છે નવસારીના બે ને વોન્ટેડ જાહેર તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.જો કે આ પ્રકરણમાં વાહન ચોરીનું નેટવર્ક તેમજ કારમાં દારૂ ભરવા માટે ઉપયોગ કરવાનો હોવાની આશઁકા હાલ સેવાઈ રહી છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close