News
પારડી GIDC ની બાજુમાં ગણેશ ઉત્સવ માં ડાન્સ કરતી બે યુવતીઓ તેમજ મુખ્ય આયોજક મોતીલાલ શર્મા સહિત 9 સામે કાર્યવાહી હાથ ધરી
પારડી GIDC ની બાજુમાં આવેલ ઈશ્વર નગર સોસાયટી માં સાર્વજનિક ગણેશજી સ્થાપના કરી સાત દિવસ ના ગણેશ ઉત્સવ ના ઉજવણી નું આયોજન સોસાયટી ના આયોજક દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બુધવારના રાત્રીના સોસાયટી ના મંડળે યુપી બિહાર ના બે ડાન્સર યુવતીઓ ને બોલાવવામાં આવી હતી અને કાર્યક્રમ માં ડાન્સ માં ભોજપુરી ગીતો માં ઠુમકા લગાવતી બે યુવતી ના વિડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયા હતા જે વિડિયો પારડી પોલીસ સુધી પહોંચ્યા હતા. જેના આધારે પારડી પોલીસ મથકના પીએસઆઈ કે એમ બેરિયા ની ટીમ ઈશ્વર નગર સોસાયટીમાં આવી પહોંચી હતી જ્યાં ગણેશ ઉત્સવ માં ડાન્સ કરતી બે યુવતીઓ તેમજ મુખ્ય આયોજક મોતીલાલ શર્મા સહિત 9 સામે કાર્યવાહી હાથ ધરી હતી.
તસવીર અક્ષય દેસાઈ
તેમજ લાઉડ સ્પિકર, માઇક, એમ્પ્લી ફાયર વગરે સાધન સામગ્રી પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગણેશજીના મંડપ માં આ રીતે ભોજપુરી ગીતો પર ઠુંમકા લગાવી નાચગાન કરતી યુવતી પર નોટો ઉડતા જોતા નાના ભૂલકાં પર શું અસર પડે તેવા પ્રશ્નો ઉઠ્યા છે. તેમજ કોરોના ના ગાઈડ લાઇન ના સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા હતા અને અહી કોરોના ને આમંત્રણ આપવા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી જ્યારે આયોજકો ને ડાન્સર ને બોલાવવાનું ભારે પડ્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment