News
ગ્રામપંચાયત દ્વારા કોવિદ વેક્સિનેશન તેમજ ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર સરપંચોનું સન્માન કરવામાં આવ્યું
પારડી તાલુકા પંચાયત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 71 માં જન્મદિન અવસરે તેમજ સ્વચ્છ ભારત અભિયાન અને આઝાદી કા અમૃત મહોત્સવ દરમ્યાન આજરોજ શુક્રવારના એકલિંગજી મહાદેવ ટ્રસ્ટ હોલ ખાતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જે ગ્રામપંચાયત દ્વારા કોવિદ વેક્સિનેશન તેમજ ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. 2020 - 21 માં કોરોના ગાઇડ લાઇન માં વાલી ગુમાવનાર પરિવારને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત રૂ. 2 હજાર ની સહાય આપવામાં આવી હતી.
ગેસ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લાભાર્થીઓ એ લાભ લીધો પારડી ના ટીડીઓ એસ.ડી. પટેલે અજાણવ્યું હતું કે રાજ્યકક્ષા નો લાઈવ પ્રસારણ લોકો એ નિહાળ્યું હતું. આ પ્રસંગે ટીડીઓ, તા.પ. પ્રમુખ મિત્તલબેન પુનિત પટેલ, પારડી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ દીક્ષાંત પટેલ, સટાફ, સરપંચો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment