રસીકરણ મેગાડ્રાઇવ અંતર્ગત વલસાડ કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ રસીકરણ કેન્‍દ્રોની મુલાકાત લીધી

માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૧૭: વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણને વધુ ઝડપી બનાવવા સમગ્ર વલસાડ જિલ્લામાં કોરોના સુરક્ષાચક્ર સુનિશ્‍ચિત કરવા ખાસ કોવીશીલ્‍ડ અને કોવેક્‍સીન રસીકરણ સુપર મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું. 
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ સેગવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર-અટગામ, વાપી - ડુંગરા અર્બન સેન્‍ટર, વાપી બુલેટ ટ્રેન સ્‍પોટ, વી.આઇ.એ. હોલ વાપી ખાતે મુલાકાત લીધી હતી. આ વેળાએ વિકાસ અધિકારી મનીષ ગુરવાની પણ હાજર રહયા હહતા. આ કેન્‍દ્રો ખાતે આજરોજ રાખવામાં આવેલા રસીકરણ મહાઅભિયાન કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. 
જે ગામોમાં રસીકરણની ટકાવારી ઓછી છે ત્‍યાં લોકોમાં જાગૃતતા લાવવા તથા રસીકરણ વ્‍યાપ વધારવાના પ્રયત્‍નો કરવા જણાવવામાં આવ્‍યું હતું. આજરોજ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકો રસીકરણનો લાભ લઇ શકે તે અંગે જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close