વલસાડ જિલ્લાના વાપી ખાતે મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા ૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલ મોક્ષરથ નું લોકાર્પણ કરવામાં આવ્યું

વાપી જીઆઇડીસી અંબા માતા મંદિર હોલ માં આજે મહેસાણા ક્રેડિટ એન્ડ સેવિંગ સોસાયટીના સભ્યો નથી તૈયાર થયેલ મહેસાણા પ્રગતિ મંડળ દ્વારા સંચાલિત રૂપિયા ૨૦ લાખના ખર્ચે મોક્ષરથ નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો 
અંબા માતા મંદિર હોલમાં યોજાયેલ મોક્ષરથ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડ ડીવાયએસપી વી એન પટેલ વાપી તાલુકા નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ કમલેશ ભાઈ પટેલ બી આઈ એ મંત્રી અને ભાજપ શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ મંદિરના ટ્રસ્ટી કનુભાઈ પટેલ મહેસાણા પ્રગતિ મંડળ વાપીના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ જેવા મહાનુભાવો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા 
મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ સેવાકીય કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે મોક્ષરથને તૈયાર કરવામાં આવી રહી સેવા આપનાર સુરેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ ,કેતનભાઈ પટેલ વિગેરેને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા 
ઉલ્લેખનીય છે કે પ્રગતિ મંડળ દ્વારા અગાઉ પણ મોક્ષ રથની ભેટ આપેલ હોય તે જ રીતે ફરી એકવાર નવો પ્રયાસ અને નવું આધુનિક સ્ટેન્ડ અને સ્ટીલ ની બોડીમાં તૈયાર કરવામાં આવે રૂપિયા ૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલ મોક્ષરથ નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તેની સાથે વાપી એન્જિનિયર એસોસિયેશન અને શહેર ભાજપના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો એન્જિન ડે ઉજવણી અને વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો વાપી લાયન્સ બ્લડ બેન્કમાં આજે શુક્રવારે એન્જિનિયર એસોસિએશન અને વાપી શહેર ભાજપ દ્વારા રકતદાન કેમ્પ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી
વાપી સ્થિત પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્ક પરિચયમાં આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના કમલેશભાઈ પટેલ ઉદ્યોગપતિ મુન્નાભાઈ શાહ પછી પણ મહેતા અને અન્ય સહિત ભાજપના હોદ્દેદારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા હતા.બ્લડ ડોનેશન કેમ્પમાં 151 યુનિટ રક્ત ભેગું કરવામાં મેમ રાખેલી હતી જેમાં બપોર સુધીમાં તો ઉપર વક્તવ્ય રક્તદાતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ તેમ સાંજ સુધી ચાલી અને 151 યુનિટ ભેગું કરવામાં સફળતા મળી હતી આ કેમ્પથી આજુબાજુમાં થતા અકસ્માતોમાં બ્લડની જરૂરતને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો હતો આવા સેવાકીય કામ માટે મહેસાણા પ્રગતિ મંડળ અને મહેસાણા ક્રેડિટ સોસાયટી દર વખતે આગવું સ્થાન ધરાવે છે
વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે વાપી શહેર ભાજપ દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું 
જેમાં સવારે સાયકલ મેરાથોન યોજવામાં આવી હતી જેમાં ૨૦૦ જેટલા લોકોએ સાયકલ સાથે મેરેથોન કરી હતી ત્યારબાદ પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્કમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો તો તેની સાથે આજે મેઘા વેક્સિનેશન નો કાર્યક્રમ પણ વાપીના ૩૦થી વધુ જગ્યાએ યોજવામાં આવ્યો હતો.
જેમાં સૌથી વધુ ભીડ છીરી પી એસ સી પર જોવા મળી હતી વાપી શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ આ તમામ કાર્યક્રમોમાં પોતાના સાથી કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી હતી અને દરેક કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close