News
વર્લ્ડ ઓઝોન ડે નિમિત્તે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ અને વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (વી.જી.ઈ.એલ.) દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
વર્લ્ડ ઓઝોન ડે નિમિત્તે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (વી.આઈ.એ.), ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ (જી.પી.સી.બી.) અને વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (વી.જી.ઈ.એલ.) દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વી.આઈ.એ.ના ખજાનચી શ્રી હેમાંગ નાયક, વી.આઈ.એ.ના માજી પ્રમુખ શ્રી પ્રકાશ ભદ્રા, જી.પી.સી.બી.ના સિનિયર સાયન્ટિફિક ઓફિસર શ્રી હરેશ ગાંવિત, વી.જી.ઈ.એલ. વાપી ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જીગરભાઈ દેસાઈ, જી.પી.સી.બી.ના અધિકારીઓ અને ઉદ્યોગોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ હેમાંગભાઈ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું
ત્યારબાદ એમણે જણાવ્યું હતું કે ઉદ્યોગોના સભ્યો સમયાંતરે ઉદ્યોગોનો વિકાસ કરતા રહે છે અને આ વિકાસ પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેનું પણ ધ્યાન રાખે છે અને એટલે જ વી.આઈ.એ. દ્વારા પર્યાવરણની જાળવણી અને સુરક્ષા માટે વખતો વખત યોજાતા વિશ્વ પર્યાવરણ દિન, વર્લ્ડ અર્થ ડે તેમજ વર્લ્ડ ઓઝોન ડે નિમિત્તે ના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લે છે અને પર્યાવરણ ઉપયોગી અનેક કાર્યો કરે છે. શ્રી પ્રકાશભાઈ એ ઓઝોન લેયરનું મહત્વ સમજાવી જણાવ્યું કે કોવિડની મહામારી એ આપણને ઓક્સિજનનું મહત્વ સચોટ રીતે સમજાવી દીધું છે, તો અગમચેતી ના ભાગ સ્વરૂપ આપણે ઓઝોન લેયરની પણ જાળવણી કરવી જ જોઈએ. શ્રી ગાંવિત સાહેબે ઓઝોન લેયર વિષે વિસ્તૃત જાણકારી આપી તેનું આપણી રોજિંદી જીવનશૈલીમાં મહત્વ સમજાવ્યું હતું. શ્રી જીગરભાઈએ પ્રેઝન્ટેશનની મદદથી ઓઝોન લેયર શું છે, તેનું મહત્વ, તેમાં કઈ રીતે ડેમેજ થાય છે અને આ ડેમેજ કઈ રીતે રોકી શકાય તે વિસ્તાર પૂર્વક જણાવ્યું હતું. આ તમામ જાણકારી ઉદ્યોગકારોને પર્યાવરણ ઉપયોગી કાર્ય કરવામાં ખુબ જ ઉપયોગી નીવડશે.
Previous article
Next article
Leave Comments
Post a Comment