News
પારડીના ગોઈમાં ખાતે ખેડૂત ને કોબ્રા સાપે ડંખ માર્યો ધરમપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા
પારડી તાલુકાના ગોઈમાં ગામે વઘઇ ફળીયા ખાતે રહેતા 72 વર્ષીય મોહનભાઈ દેવજીભાઈ પટેલ ગત રવિવારના રોજ બપોરે પોતાના ખેતરમાં કામ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ઝેરી સાપે તેમના જમણા પગને ભાગે ડંખ માર્યો હતો. જેને પ્રથમ રોહીણા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ફાઈલ તસવીર
જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ધરમપુર સાંઈનાથ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જે અંગે પારડી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ લીધી હતી અને વધુ તપાસ એસએસઆઈ નીતિન આહિરે હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment