News
પારડી નગર અને તાલુકાના વિવિધ ગામોના આનંદ ચૌદશના શ્રીજી ના પ્રતિમાનું ભક્તોએ વિસર્જન વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું
પારડી નગર અને તાલુકાના વિવિધ ગામોના આનંદ ચૌદશના શ્રીજી ના પ્રતિમાનું ભક્તોએ વિસર્જન વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું પારડી નગરપાલિકાના તળાવ જળદેવી માતાજી ના મંદિર પાસે પાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડ ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ કિરણ મોદી જીતુ ભંડારી માજી જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ પાલિકાના સદસ્ય સહિતના ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં પારડી પોલીસ મથકના પીએસઆઇ કે.એમ બેરિયાના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું
પારડી નગરના વિવિધ સાર્વજનિક મંડળના પરંપરાગત ગણેશ પ્રતિમાઓનું વિસર્જન વાજતે ગાજતે ભજન કીર્તન આરતી સાથે શ્રદ્ધાળુઓ ગણેશજીની પ્રતિમા અહી વિસર્જન માટે આવી પહોંચ્યા હતા તળાવમાં અંદાજે 200 જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન છેલ્લા દસ દિવસમાં કરવામાં આવ્યું છે બીજી તરફ ગામડાઓમાં કાંઠા વિસ્તારના ગામડાઓમાં ઉમરસાડી ઉદવાડા કોલક ગામ ના દરિયા કિનારા પર વિસર્જન કરવામાં આવ્યું હતું પરવાસા મોટાવાઘછીપા નદી પર વિસર્જન કરવામાં આવ્યું હતું એ જ રીતે કોલક નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ મોરિયા આવતા વર્ષે લવકર યા ના નાદ સાથે ભક્તો એ બાપ્પાને વિદાય આપી હતી. અને પારડી પંથકમાં શ્રીજીના વિસર્જન કરી, કોરોના નું પણ વિસર્જન થાય એવી શ્રીજી પાસે ભક્તો એ પ્રાર્થના કરી હતી.
પારડી તળાવમાં ગણેશ પ્રતિમા વિસર્જન કરવા માટે આવેલ ભક્તો પારડી જીવદયા ગૃપ દ્વારા અલ્પહાર નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મંદિર પાસે ભક્તો દ્વારા ઠંડા પીણા તેમજ બિસ્લરી પાણી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment