News
વલસાડ જિલ્લામાં પોષણ માહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૧૪: મહિલા અને બાળવિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જનઆંદોલન માટે ‘રાષ્ટ્રીય પોષણ માહ'ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ પોષણ માસ સંદર્ભે વિવિધ પ્રવૃતિ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં પોષણ માસની ઉજવણી સંદર્ભે પ્રથમ અઠવાડિયાની થીમ મુજબ વલસાડ જિલ્લામાં આવેલા તમામ પી.એચ.સી. અને સબસેન્ટરોમાં ટેક હોમ રાશન કોર્નર બનાવવામાં આવ્યા હતા. તેમાં બાળકો માટેનાં પૌષ્ટિક એવાં બાલશકિત, સગર્ભા-ધાત્રી માતાઓ માટેનાં માતૃશકિત, કિશોરીઓ માટે પૂર્ણા શકિતનાં પેકેટસનો લાભાર્થીઓ વધુમાં વધુ ઉપયોગ કરી એનું મહત્ત્વ સમજે એ માટે આરોગ્ય શાખા સાથે સંકલન કરી લાભાર્થીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ટી.એચ.આર કોર્નરમાં બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન કરી પ્રત્યક્ષ લાભાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા આશા વર્કર સાથે મળી ગૃહ મુલાકાત કરી કોવિડ વેક્સિન બાબતે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાનીસ્ત્રીરોગ નિષ્ણાત અને બાળકોના સ્પેશિયાલિસ્ટ યોગિની હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં ટીએચઆર કોર્નર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં સારવાર લઈ રહેલા લાભાર્થીઓને ટીએચઆરનું મહત્ત્વ અને એમાંથી બનતી વાનગી બનાવી ઉપયોગ કરવા સમજ આપવામાં આવી રહી છે. આ બાબતે ડો. યોગીની રોલેકર અને ડો.ગિરધર રોલેકર દ્વારા પ્રિસ્ક્રીપશનમાં દવા સાથે ટીએચઆરનો પણ ઉલ્લેખ કરી તેના ઉપયોગ અંગે પણ સૂચન કરવામાં ઉપરાંત પોષણમાહની અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment