News
દાનહના સાયલીથી 2 કિલો ગાંજા સાથે ત્રણ આરોપીની અટકાયત
દાનહ એસપી હરેશ્વર સ્વામીના નિર્દેશ અને એસડીપીઓ સિદ્ધાર્થ જૈનના માર્ગદર્શનમાં સાયલી વિસ્તારમાંથી અંદાજિત 2 કિલો ગાંજો જપ્ત કરી ગાંજાની તસ્કરીમાં સામેલ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ એનડીપીએસ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી આરોપી આસિફ ફિરોઝ શેખ રહેવાસી ડુંગરપાડા સાયલી,રજનીશ બનારસી પ્રસાદ ગુપ્તા રહેવાસી રખોલી અને દિપક સુનિલ ખરવાર રહેવાસી પ્રમુખ વિહાર ગેટ ઉલ્ટન ફળીયા સેલવાસ મૂળ રહેવાસી યુપી.જેઓ સાથે એવા વ્યક્તિઓની પણ અટક કરી છે જેઓ નશીલા દવાઓ અથવા મન પ્રભાવી પદાર્થોનું સેવન કરે છે.
આ લોકોનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે અને પછી એમના માતાપિતાને અથડાતો જવાબદાર વ્યક્તિને સોંપવામાં આવે છે.તેઓને ચેતવણી પણ આપવામાં આવે છે કે, ભવિષ્યમાં આ પ્રકારના કૃત્યમાં સામેલ જોવા મળશે તો તેઓ સાથે પણ એક અપરાધીની જેમ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં 15વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.એસપીએ જણાવ્યુ કે, સામાન્ય જનતાએ પણ આ નારકોસન સફળ બનાવવા માટે સહકાર જરૂરી છે.જો કોઈને જાણકારી હોયકે,નારકોટિક્સ ડ્રગ અથવા સાઈકોટ્રોપિક પદાર્થ વેચવામાં આવી રહ્યું છે અથવા એનું સેવન કરી રહ્યું છે તો પોલીસને જાણ કરવી જોઈએ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
Previous article
Next article
Leave Comments
Post a Comment