અબ્રામા વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાની આશંકા, વનવિભાગને હાજરીના કોઈ પુરાવા ના મળ્યા

વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં એક તળાવ પાસે એક નવ જન્મેલા વાછરડાને કોઈ શિકારી જનવરોએ મારણ કરેલી હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકોએ નગર પાલિકાના કાઉન્સિલરને જાણ કરી હતી. પાલિકાના કાઉન્સિલરે અબ્રામા વિસ્તારમાં તળાવ પાસે દીપડાએ મારણ કર્યું હોવાની આશંકા અંગે વન વિભાગના અધિકારીઓ ઘટનાની જાણ કરી હતી. વન વિભાગના અધિકારી ઓ દીપડાની હાજરીના કોઈ પુરાવા મળ્યા.ન હતા. લોકોની સુરક્ષાના ભાગ રૂપે પાંજરું ગોઠવવામાં આવ્યું છે
વલસાડ શહેર વિસ્તારમાં અબ્રામા ખાતે દીપડાએ એક વાછરડાને ફાડી ખાવાની આશંકાને પગલે શહેરીજનોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ અંગે વલસાડ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં વૃંદાવન સોસાયટી, નજીક એક તળાવ પાસે રહેતા શશિકાન્ત ગોવિંદભાઇ પટેલના જણાવ્યા મુજબ, મળસ્કે 4.30 કલાકે સુમારે કુતરા ભસવાનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ તેઓએ તે જગ્યાએ તપાસ કરતા એક નવા જન્મેલા ગાયના વાછરડાને ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.સ્થાનિક લોકોએ નગર પાલિકાના કાઉન્સિલરને જાણ કરવામાં આવી હતી. જેમાં દીપડો અહીં ફરતા હોવાની આશંકાને લઈને તેઓએ તાત્કાલિક વલસાડ નગરપાલિકાના સભ્ય જાકીર પઠાણને જાણ કરી હતી. અને જાકીર પઠાણે વલસાડ વન વિભાગની ટીમને આ બાબતે જાણ કરી હતી. આ અગાઉ આ વિસ્તારમાં દીપડને લોકોએ જોયો હતો. જેને લઈને શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. વલસાડ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઘણી ઝીણવટ ભરી તપાસ કર્યા બાદ પણ દીપડાના ફૂટ પ્રિન્ટ કે અન્ય કોઈ અવશેષ મળી આવ્યા ન હતા. તેમ છત્તા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને વલસાડ વન વિભાગની ટીમે વન્ય પ્રાણી દીપડાને રેસ્ક્યુ કરવા માટે પાંજરૂ ગોઠવવામાં આવ્યું છે. વન વિભાગના અધિકારીઓએ રખડતા કૂતરાઓએ વાછરડી ફાડી નાખી હોવાની આશંકા દર્શાવી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close