એકના ત્રણ ગણા પૈસા કરી આપવાની લોભામણી લાલચો આપી છેતરપીંડી કરતી કુખ્યાત મીયાણા ગેંગના સાત આરોપીઓને ઝડપી પાડતી વલસાડ જીલ્લા પોલીસ

ગત તા.૨૮/૦૧/૨૦૨૨ ના રોજ પારડી પો.સ્ટે. હદ વિસ્તારના ફાઉન્ટન હોટલ નજીક સર્વીસ રોડ પર જામનગર જીલ્લાના હડીયારા ગામના વતની શ્રી પ્રવીણ નારણભાઇ સોનાગરા જેઓ કોન્ટ્રાકટર તરીકે ધાગંધ્રા સુરેન્દ્રનગર ખાતે કામ કરે છે. તેઓને આજથી દશેક દિવસ પહેલા કાનાભાઇ ભરવાડ નામના ઇસમે મહેશભાઇના નામના ઇસમ સાથે મુલાકાત કરાવી એકના ત્રણ ગણા પૈસા કરી આપવાની લોભામણી લાલચો આપતા ફરીયાદીશ્રી તેમની વાતોમાં આવી જઇ રૂપિયા સાત લાખના રૂપિયા ત્રીસ લાખ કરી આપવા સારૂ ગઇકાલે આ મહેશભાઇ તથા તેમના સાથીદારો રફીકભાઇ તથા તેમના માણસોએ ફરીયાદી પાસેથી રૂ.૭,૦૦,૦૦૦/- મેળવ્યા બાદ તેઓ સાથે ઝઘડાનું નાટક કરી પૈસા લઇ નાશી ગયેલા જે અંગે ફરીયાદીશ્રીએ પારડી પો.સ્ટે.માં ફરીયાદ આપતા પારડી પોલીસે ગુનો દાખલ થયેલ હતો. 
ઉપરોકત ગુનો તાત્કાલીક અસરથી શોધી કાઢવા માટે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ડૉ. રાજદીપસિંહ ઝાલા સા. તથા ના.પો.અધિ.શ્રી એમ.એન.ચાવડા સા. વલસાડ વિભાગ વલસાડ નાઓની સુચના અને એલ.સી.બી. વલસાડના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.ગોસ્વામી સા. તથા એસ.ઓ.જી. વલસાડના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.બી.બારડ સા. ના માર્ગદર્શન મુજબ એલ.સી. બી./એસ.ઓ.જી.ના પોલીસ માણસો આરોપી ઓને પકડવા માટે પારડી વિસ્તારમાં સી.સી.ટી.વી. ફુટેઝ તથા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રીસોર્સ આધારે પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પો.સ.ઇ.શ્રી આર.બી.વનાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. વલસાડના પો.કો. કરમણ જયરામભાઇ તથા પો.કો. આશીષ મયાભાઇ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે મોજે. ટુકવાડા ને.હા.નં.૪૮ એમ.જી.હેકટરના શોરૂમની સામે ટુકવાડા જતા રોડ ઉપરથી નીચે મુજબના આરોપીઓને પકડી પાડી આરોપીઓ તથા મુદામાલ વધુ તપાસ અર્થે પારડી પો.સ્ટે.માં સુપ્રત કરેલ છે. 

પકડાયેલ આરોપીઓઃ- 
(૧) યુસુબ કાદર જેડા(મીયાણા) ઉ.વ.૪૫ રહે.હાલ.ધાંગધ્રા, રેલ્વે સ્ટેશનની બાજુમાં, લાતીના ડેલા પાસે, તા.ધાંગધ્રા, જી.સુરેન્દ્રનગર તથા રતનપર ગામ, તા.જી.સુરેન્દ્રનગર મુળ રહે.ગામ.માળીયા, તા.માળીયા (મીયાણા) જી.મોરબી 

(૨) રફીક નઝરમહંમદભાઈ સંધવાણી(મીયાણા) ઉ.વ.૩૭ રહે.હાલ.વીસીપરા મેઈન રોડ મદીના સોસાયટી પવિત્ર કુવાની બાજુમાં તા.જી.મોરબી મુળ રહે,ગામ.માળીયા જામની શેરી તા.માળીયા જી.મોરબી 

(૩) કલીમ ઉર્ફે કલ્લુ લાલા શેખ ઉ.વ.૩૩ રહે, હાલ. દમણ ખારીવાડ, દારૂસલામ એપાર્ટમેન્ટ રૂમ નં.૮૦૫ તાબે દમણ મુળ રહે, ગામ-પલાસખેડા, મીરાચે તા.જામનેર જી.જલગાંવ મહારાષ્ટ્ર 
(૪) મકસુદ જૈનુદીન ડોડેરા (મીર) ઉ.વ.૨૮ રહે,હાલ. મુન્દ્રા, દિવ્યા પાર્ક-૨, મસ્જીદની પાસે, જી.ઇ.બી. ઓફીસની પાછળ તા.મુન્દ્રા જી.કચ્છ ભુજ મુળ રહે, મોરબી, વજેપર શેરી નં.૧૧ કાનાભાઇના ડેપો પાસે તા.જી.મોરબી 

(૫) અવેશ ઇસ્માઇલ મોવર (મીયાણા) ઉ.વ.૩૨ રહે, હાલ.ધાગંધ્રા, ગુજરાત હાઉસીંગ બોર્ડ, કવાર્ટર નં.૨૦ જુની ખરાવાડની બાજુમાં તા.ધાગંધ્રા જી.સુરેન્દ્રનગર 

(૬) અકરમ ઉર્ફે કોન્ટ્રાકટર ગુલામ હુસૈન સંધવાણી (મીયાણા) ઉ.વ.૩૦ રહે,હાલ.મોરબી, વીશીપરા, મદીના સોસાયટી પ્રકાશપાલ, ઘર નં.૨ તા.જી.મોરબી મુળ રહે,ગામ.માળીયા મીયાણા, તા.માળીયા જી.મોરબી 

(૭) જેસીંગરાવ ઉર્ફે જય ઘીસારામ રાવલ ઉ.વ.૩૦ રહે,હાલ. પ્લોટ નં.૨૬, ભાખરસીંગ બાબા કી ગલી, અજમેર રોડ, ભાકરોટા જી.જયપુર રાજસ્થાન મુળ રહે, ગામ-બાયડ તા.પીપાડસીટી જી.જોધપુર રાજસ્થાન

કબજે કરેલ મુદામાલઃ- 
ઉપરોકત આરોપીઓના કબજામાંથી રોકડા રૂ.૪૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૫ કિ.રૂ.૬૨,૫૦૦/-તથા સ્કોપીયો કારમાંથી મળી આવેલ રોકડા રૂ.૭,૦૦,૪૦૦/- તથા સ્કોપીયો કાર નં.GJ-36-R-4746 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા પેશન પ્રો.મો.સા. નં.DD-03-G-3420 કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૮,૧૭,૭૦૦/- નો મુદામાલ મળી આવેલ છે. 

ડીટેકટ થયેલ ગુનાઓઃ- 
(૧) પારડી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૦૦૩૮૨૨૦૩૩૧/૨૦૨૨ ઇ.પી.કો. ક.૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ
(૨) આજથી પંદરેક દિવસ પહેલા પકડાયેલ આરોપી યુસુબ કાદર જેડા તથા રફીક નઝરમહંમદભાઈ સંધવાણી તથા નહી પકડાયેલ આરોપી નવઘણ ઉર્ફે કાનાભાઇ ભરવાડ નાઓ સાથે મળી નવઘણ ભરવાડની કોઇ વાગડ કચ્છ ભુજ તરફથી પાર્ટીવાળા સાથે રૂ.૧,૫૦,૦૦૦/- ની વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ છે. 

આરોપીઓનો એમ.ઓ.ઃ-  
આરોપીઓ તેમના મળતીયા માણસોને વચેટીયા તરીકે રાખી પૈસાપાત્ર માણસોને ટાર્ગેટ કરી એકના ત્રણ ગણા પૈસા કરી આપવાની લોભામણી લાલચ આપી તેમને એક પાણીની ડોલમાં ડીટર્જન્ટ પાવડર નાખી અંદર હાથની કરામત ધ્વારા ચલણીનોટની સાઇઝના કોરા કાગળને અસલી ચલણીનોટમાં રૂપાંતર કરી બતાવી તેને વધુ વિશ્વાસમાં લઇ ત્યારબાદ વધુ પૈસા મંગાવી તેના ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી તે પૈસા લઇ ભાગી જવાની ટેવવાળા છે.  

આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસઃ- 
આરોપી યુસુબ કાદર જેડા(મીયાણા)  
(૧) કચ્છ-ભુજ બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં.11205043200381 ઇ.પી.કો કલમ ૨૯૪(બી), ૫૦૬(૨), ૫૦૩, ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ 
(૨) મોરબી જીલ્લા માળીયા મીયાણા પો.સ્ટે. ગુ.ર.નં.૭૧/૨૦૧૮ ઇ.પી.કો. ૪૦૬,૧૨૦,૧૧૪ મુજબ
(૩) મોરબી જીલ્લા માળીયા મીયાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧/૨૦૧૯ ઇ.પી.કો. ૪૦૬,૧૨૦,૧૭૦,૧૭૧,૩૪,૧૨૦(બી)  
     મુજબ 
(૪) મોરબી પો.સ્ટે. પાસા નં.૨/૨૦૨૦ ધી ગુજરાત અસામાજીક પ્રવતિ અટકાવવાના કાયદા ૩(૨) મુજબ
(૫) સુરેન્દ્રનગર જોરાવરનગર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧/૨૦૧૦ ઇ.પી.કો. ક.૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૪,૩૨૫,૪૨૭ મુજબ
આરોપી રફીક નઝરમહંમદ સંધવાણી(મીયાણા)  
(૧) મોરબી જીલ્લા માળીયા મીયાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧/૨૦૧૯ ઇ.પી.કો. ૪૦૬,૧૨૦,૧૭૦,૧૭૧,૩૪,૧૨૦(બી)    
     મુજબ
આરોપી મકસુદ જૈનુદીન ડોડેરા (મીર)  
(૧) મોરબી જીલ્લા મોરબી સીટી પો.સ્ટે.ગુ.ર.નં.૧૨૬/૨૦૧૮ ના મારામારીના ગુનામાં પકડાયેલ છે. 
ઉપરોકત કામગીરીમાં એલ.સી.બી. વલસાડના પો.સ.ઇ.શ્રી સી.એચ.પનારા તથા પો.સ.ઇ.શ્રી આર.બી.વનાર તથા એસ.ઓ.જી. વલસાડના પો.સ.ઇ.શ્રી કે.જે.રાઠોડ તથા પો.સ.ઇ.શ્રી એલ.જી.રાઠોડ તથા પો.સ.ઇ.શ્રી કે.એમ.બેરીયા, પારડી પો.સ્ટે. તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. અલ્લારખુ અમીરભાઇ તથા એ.એસ.આઇ. વિક્રમ મનુભાઇ તથા આ.હે.કો. અજય અમલાભાઇ તથા અ.પો.કો. કિરીટસીંહ ધરમશીભાઇ તથા પો.કો. પરેશ રઘજીભાઇ તથા પો.કો. કરમણ જયરામભાઇ તથા પો.કો આશીષ મયાભાઇ તથા પો.કો રાજેશ રણમલભાઇ તથા પો.કો. રાજુ જીણાભાઇ તથા પો.કો.પરાક્રમસિંહ મનોહરસિંહ તથા એસ.ઓ.જી.વલસાડના પો.કો. સહદેવસિંહ રાજેન્દ્રસિંહ તથા પો.કો. કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ તથા પો.કો. દિગ્વીજયસિંહ વિક્રમસિંહ તથા પો.કો. અર્ષદ યુસુફભાઇ તથા પો.કો. હસમુખ ગીગાભાઇ નાઓએ ટીમવર્કથી કરેલ છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close