નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે ધરમપુર નગર પાલિકા વિસ્‍તારમાં રૂા.૧૪૪૩.૩૨ લાખના વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત/ લોકાર્પણ સંપન્ન

માહિતી બ્‍યૂરોઃ વલસાડ તા.૩૦: વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા વિસ્‍તારમાં સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૪મા નાણાપંચ યોજના અને વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત રૂા.૧૪૦૩.૭૭ લાખના ખર્ચે ૫ાંચ કામોના ખાતમુહૂર્ત તેમજ રૂા.૩૯.૫૫ લાખના ખર્ચે બે વિકાસકાર્યોના લોકાર્પણ મળી કુલ રૂા.૧૪૪૩.૩૨ લાખના ખર્ચે ૦૭ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે કરાયા હતા. 
આજે ખાત મુહૂર્ત કરાયેલા કામોમાં ધરમપુર નગરપાલિકાની પાણી પુરવઠા સુધારણા યોજના અંતગર્ત વિવિધ વિસ્તારમાં રાઈઝીંગ મેઇન લાઇન, પાણીની ટાંકીઓ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પંપરૂમ અને મશીનરી લગાવવાનું કામ રૂ.૯૧૧.૭૯ લાખ, ધરમપુર નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં પેવર બ્લોક રોડ રૂ.૨૭૨.૬૦ લાખ, ડામર રોડ રૂ.૧૫૩.૫૮ લાખ, આર.સી.સી. રોડ રૂ.૩૪.૮૮ લાખ, ધરમપુર નગરપાલિકા રેંજ ફોરેસ્ટ ઓફીસ, ગાંધીબાગ પાસે અને શાકભાજી માર્કેટ પાસે ગાર્ડન ડેવલોપમેન્ટનું કામ રૂ.૩૦.૯૨ લાખનો સમાવેશ થાય છે. જ્યારે લોકાર્પણ કરાયેલા કામોમાં ઓઝરપાડા ફિલ્ટર પ્લાન્ટ ખાતે વાહનો મુકવા માટે પાર્કિંગ શેડ રૂ.૨૭.૦૪ લાખ તેમજ ધરમપુર નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં મહાનુભાવોની પ્રતિમાઓ રૂ.૧૨.૫૧ લાખનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ અંતર્ગત વિજયદેવજી સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ, ત્રણ દરવાજા ધરમપુર ખાતે યોજાયેલા સમારંભને સંબોધતા નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકાએ કરેલી વિકાસ કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા વિસ્તારમાં સુવ્યવસ્થિત ડેવલપમેન્ટ પ્લાન બનવી રસ્તા, પાણી, ગેસ, સહિતની કામગીરી એક સાથે કરવી જોઈએ. અન્ડરગ્રાઉન્ડ ઇલેકટ્રીક લાઈન થકી શહેરની રોનકમાં અનેકગણો વધારો થશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ધરમપુર વિસ્તારમાં વિકાસકાર્યો માટે પૂરતા સહયોગની ખાતરી આપી સરકારના વિવિધ અભિયાનોમાં સૌના સહકારની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. 
કોરોના મહામારીમાં અન્ય દેશ કરતાં આપણા દેશમાં સૌથી ઓછું નુકસાન થયું છે. જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે અનાજ આપાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે સમગ્ર દેશમાં મોટા પાયે કોરોના રસીકરણ થતા ત્રીજી લહેરમાં આપણે કોરોના મહામારીનો મક્કમતાથી સામનો કરી રહ્યા છે. મંત્રીશ્રીએ દેશની અઝાદીમાં અમૂલ્ય યોગદાન આપનારા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી હતી.
       ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા તેમજ ધરમપુર શહેર સંગઠન પ્રમુખ પ્રણવભાઈ શિંદેએ પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતાં.
      સ્વાગત પ્રવચનમાં ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન કે.દેસાઈએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી.
         આભારવિધિ ધરમપુર નગરપાલિકા ચીફ ઓફિસર મિલનભાઈ એચ.પલસાણાએ આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધરમપુર નગરપાલિકા સ્કૂલના આચાર્ય હેતલબેન પરમારે કર્યું હતું. 
 આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારા, નગરપાલિકા કારોબારી સમિતિ ચેરમેન રક્ષાબેન એ.જાદવ, બાંધકામ સમિતિ ચેરમેન લલિતાબેન ડી.પટેલ, વારિગૃહ સમિતિ ચેરમેન મુકેશભાઇ એસ.પટેલ, સાંસ્‍કૃતિક, રમતગમત, બાગબગીચા અને ડ્રેનેજ સમિતિના ચેરમેન ડેનિસાબેન એન.ગોસ્‍વામી સહિત નગરપાલિકાના કર્મીઓ, નગરજનો ઉપસ્‍થિત રહયા હતા. 

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close