પારડીના પરિયા વેલવાગડ ગામે બનેલી ઘટનાફોન પર વાત કરવાથી શંકા, પત્નીની હાલત ગંભીર

પરિયા વેલવાગડમાં પરપુરુષ જોડે ફોન પર વાતો કરતી પત્નીને પતિએ ટોકતા દંપતિ વચ્ચે ઝઘડો થયા બાદ માઠું લાગી આવતા પત્નીએ ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.સદ નસીબે તે સમયે પતિએ દોડી જઇ પત્નીને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પારડી તાલુકાના પરિયાગામે વેલવાગડગામે ફળિયામાં રહેતા પિંકલ ભાઈ મહેશ પટેલના લગ્ન 8 વર્ષ પહેલા ક્રિષ્ના પટેલ ઉંમર વર્ષ 26 સાથે થયા હતા. સુખી લગ્ન જીવન દરમિયાન તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું હતું.
આ દરમિયાન રવિવારે રાત્રે પત્ની ક્રિષ્ના ફોનમાં ઇન્ટ્રાગ્રામ નામની સાઈટ પર કોઈ પરપુરુષ જોડે વાતો કરતા સુઈ ગઇ હતી. સોમવારે મળસ્કે પતિ પિંકલ જાગી ગયો હતો અને પત્નીના હાથમાં મોબાઈલ જોઈ તેની ઉઠાડતા તે ગભરાઈ ગઇ હતી જેથી પતિએ ફોન ચેક કરતા પત્ની કોઈ પર પુરુષ સાથે વાતો કરતી હોવાનું મેસેજમાં દેખાઈ આવતા પતિએ આ બાબતે ટોકતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પત્ની ક્રિષ્નાને માઠું લાગી આવતા બાથરૂમ જાવ છું કહી બહાર ગઈ હતી ઘણો સમય થયા બાદ પણ પરત ન આવતા પતિ ઘર પાછળ ગયો હતો ત્યારે પત્ની ઝાડની ડાળી પર દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લટકેલી જોઈ તુરંત પાસે જઇ તેને નીચે ઉતારી 108માં તાત્કાલિક પારડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ સંદર્ભે પતિએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુખી લગ્ન જીવનના આઠ વર્ષમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા આડા સંબંધની શંકાને લઇ હર્યો ભર્યો સંસાર ઉજડવાને આરે આવ્યો છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close