News
વલસાડના કલ્યાણ બાગ સર્કલથી RPF ગ્રાઉન્ડ સુધીના રસ્તા ઉપરના દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું
વલસાડ કલ્યાણ બાગ થી લઇ આરપીએફ ગ્રાઉન્ડ સુધી રસ્તાની બંને બાજુએ કરવામાં આવેલ દબાણ દૂર કરવા વલસાડ નગરપાલિકા , વલસાડ પોલીસ અને રેલ્વે પોલીસ દ્વારા આજરોજ કાર્યવાહી કરવામાં આવી.
વર્ષોથી આજરીતે રસ્તાની બંને બાજુએ દબાણ યથાવત છે જે વારે તહેવારે કાર્યવાહી કરી દૂર કરવામાં આવે છે પણ જેતે દિવસે સાંજે કે બીજા દિવસે સ્થિતિ જેમની તેમ જોવા મળે છે... કારણ ફક્ત એટલોજ હોઈ છે કે જપ્ત કરેલ સામન અમુક રકમ જમા કરાવી ફરી આપી દેવામાં આવે છે અને જાહેર માર્ગો ફરી આ દબાણો હેઠળ આવી જાય છે.એજ રીતે કલ્યાણ બાગ ટાકી પાસે પણ રાત્રી ધમધમતી લારીઓ ઉભી કરવામાં આવી છે જે બિન્દાસ આવા જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે આવા અનેક રસ્તાઓ પર જાહેર દબાણ યથાવત છે.
અબ્રામા ધરમપુર રોડ સ્થિત બનવવામાં આવેલ વોકવે પર પણ પૂર્ણ દબાણ કરવામાં આવેલ છે જે વલસાડ નગરપાલિકા ને ધ્યાને નહિ હોઈ ગરીબોને હેરાન પરેશાન નહિ પણ આજની ભૂલ કાલનું નાસુર પુરવાર થશે જેના ભાગ રૂપે આવનાર સમયમાં આ દબાણ કરતા લોકો પોતાની અવેધ કબજાની જગ્યા ના બદલે બીજી જગ્યા માંગશે...
જેતે સ્થિતિ માટે તંત્ર જાતે જવાબદાર છે જે સભ્યો કે કોઈ અધિકારીની ભલામણ લઈ આ રીતે સરકારી જગ્યા પર દબાણ કરે છે જે યોગ્ય નથી...
વલસાડ શાકમાર્કેટ માં જોઈએ તો દરેક દુકાનદાર પોતાનો 60% સામાન દુકાનની બહાર જ લગાડી રાખે છે જ્યાં સાંજના સમયે પાસ થવું એટલે ત્રાહિમામ પોકારી ઉઠયું છે.
શહેરના મુખ્ય તમામ માર્ગો પર દુકાનો દ્વારા કરવામાં આવેલા તમામ દબાણો પણ ત્વરિત દૂર કરવામાં આવે આમ એક બે દિવસ નીકળી નહિ પણ રેગ્યુલર દબાણો પર ત્રાટકવાની તૈયારી કરવામાં આવે અને કાયદાની જોગવાઇ મુજબ જેતે બાબતે ગુનેહગાર ને જેલ સાથે મોટી રકમ દંડ પેટે વસૂલવામાં આવે આપોઆપ સુધારો દેખાશે...
બાકી ફક્ત નજીવા દંડ ભરી જેતે સ્થિતિ જેમની તેમ જ રહેવાની છે.
આ ન્યૂઝ ના સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment