પદ્મ પુરસ્કારની જાહેરાત : CDS બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મ વિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મંગળવારે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ વર્ષે પદ્મ વિભૂષણ માટે કુલ ચાર નામોની પસંદગી કરવામાં આવી છે. આમાંથી ત્રણ લોકોને આ સન્માન મરણોત્તર આપવામાં આવ્યું છે. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાઓમાં ભૂતપૂર્વ CDS જનરલ બિપિન રાવત, (મરણોત્તર), દિવંગત ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ (મરણોત્તર), રાધેશ્યામ ખેમકા (મરણોત્તર) અને પ્રભા અત્રેના નામનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 128 લોકોના નામ સામેલ છે. જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.
પદ્મ ભૂષણ
સ્વામી સચ્ચિદાનંદ (સાહિત્ય અને શિક્ષણ)
પદ્મ શ્રી
ડો. લતા દેસાઈ (દવા)
નીરજ ચોપરા (સ્પોર્ટ્સ, હરિયાણા)
ડો. લતા દેસાઈ (મેડિસિન, ગુજરાત)
મલજીભાઈ દેસાઈ (સમાજસેવા, ગુજરાત)
ખલીલ ધનતેજવી (મરણોપરાંત, સાહિત્ય, ગુજરાત)
સવજીભાઈ ધોળકિયા (સમાજસેવા, ગુજરાત)
ગુરુપ્રસાદ મોહાપાત્રા (મરણોપરાંત, ગુજરાત કેડરના આઈએસએસ અધિકારી)
સોનુ નિગમ (કળા, મહારાષ્ટ્ર)
રમિલાબેન રાયસિંગભાઈ ગામિત (સમાજસેવા, ગુજરાત)
પ્રભાબેન શાહ (સમાજસેવા, દીવ-દાદરા-નગર હવેલી)
જયંતકુમાર મગનલાલ વ્યાસ (વિજ્ઞાન-ટેકનોલોજી, ગુજરાત)
કોંગ્રેસના વપ્રભા અત્રેને કળા, રાધેશ્યામ ખેમકાને સાહિત્ય અને શિક્ષણ, જનરલ બિપિન રાવતને સિવિલ સર્વિસ અને કલ્યાણ સિંહને લોક કલ્યાણ ક્ષેત્રમાં ઉલ્લેખનિય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. સાથે જ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યને પદ્મ ભૂષણ, પૂર્વ ગૃહ સચિવ રાજ રાજીવ મેહર્ષિને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય માઈક્રોસોફ્ટના ચીફ સત્ય નડેલા અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પણ પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તે જ સમયે ભારત બાયોટેકના સ્થાપક કૃષ્ણ લીલા અને તેમની પત્નીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. સાથે જ નીરજ ચોપરાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close