શેરબજારમાં મોટી રકમ ગુમાવનાર 2 મિત્રોએ આ રકમ ભરપાઈ કરવા અન્ય મિત્રોને દમણમાં લાવી લૂંટી લીધા હોવાની ઘટનાનો દમણ પોલીસે પર્દાફાશ કર્યોપોલીસે 4 આરોપીઓને ઝડપી મુદ્દામાલ રિકવર

મુંબઈમાં શેરબજારમાં મોટી રકમ ગુમાવનાર 2 મિત્રોએ આ રકમ ભરપાઈ કરવા અન્ય મિત્રોને દમણમાં લાવી લૂંટી લીધા હોવાની ઘટનાનો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં દમણ પોલીસે 4 આરોપીઓને ઝડપી લૂંટમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી મહત્વની સફળતા મેળવી છે.
ગત તારીખ 28/01/2022 ના રોજ ફરિયાદી નટવરલાલ તેમના બે સાથી મિત્રો સાથે મુંબઈથી દમણ ફરવાની આવ્યા હતા. જે દરમ્યાન તેના મિત્ર મનોજ સાથે મોટી દમણ બારીયાવાડ ફોરેસ્ટ એરિયા, સી-ફેસ રોડ, જામપોર વિસ્તારમાં ધૂમ્રપાન કરી રહ્યા હતા, ત્યારે મંકી કેપ પહેરી ઉભેલા બે અજાણ્યા શખ્સોએ છરી બતાવીને ફરિયાદી પાસે રોકડ, સોનાના દાગીના.અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જે ફરિયાદનો દમણ પોલીસે પર્દાફાશ કરતા આજે દમણ જિલ્લા પોલીસવડા અમિત શર્માએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે મોટી દમણના કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં ટેકનિકલ મદદ અને ગુનાના સ્થળની બાતમી દ્વારા જાણવા મળ્યું હતું કે ફરિયાદી નટવરલાલના સાગરિતો મનોજ અને નિર્મલ ઘટનાના બે દિવસ પછી દમણમાં ફરતા જોવા મળ્યા હતા, જેના કારણે પોલીસને શંકા જતા બંનેની પૂછપરછ કરી હતી. જેમાં, મનોજ અને નિર્મલે ફરિયાદી નટવરલાલને દમણમાં ફરવાના બહાને લાવી આ ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું કબુલ્યું હતું. કે શેરબજારમાં નુકસાન ગયું હોય તેની ભરપાઈ કરવા આ લૂંટનું તરકટ રચ્યું હતું.
પોલીસ તપાસમાં લૂંટની આ ઘટનાને અંજામ આપવા માટે મનોજ અને નિર્મલે સાથી મિત્ર પ્રવીણ અને તેના પુત્ર કશિશની મદદ લીધી હતી, જેમણે મંકી કેપ પહેરીને લૂંટને અંજામ આપ્યો હતો. જે બાદ આરોપી મનોજ અને નિર્મલ ફરિયાદી નટવરલાલ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા જેથી તેમના પર લૂંટની કોઈ શંકા ન રહે.  
જો કે આખરે પોલીસે ચારેયને દબોચી લઈ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તેમજ લૂંટમાં ગયેલ રોકડ રકમ અને સોનાના દાગીના આરોપી પાસેથી રિકવર કર્યા છે. જેમાં આરોપીઓએ દાગીનાને મુંબઈના એક જવેલર્સને મેડિકલ ઇમર્જન્સીનું બહાનું બતાવી પીગળાવવા આપ્યા હતાં. અને વ્યાજે રકમ લીધી હતી. પોલીસે પીગળેલા સોનાના બિસ્કીટ (લગડી), લૂંટાયેલા બે મોબાઈલ ફોન અને 7000/- રોકડ રિકવર કરી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close