રાજ્યમાં સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે, સરકારે કોરોનાના કેસમાં ઘટાડો થતાં નિર્ણય લીધો.

રાજ્ય સરકારે સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતાં અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર 7મી ફેબ્રુઆરી થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ 1થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા હતા. તેમણે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી હતી. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અગાઉ શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો હતો.
ઓનલાઈન શિક્ષણથી બાળકોને લોસ જાય છે
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા બે માસથી બાળકો ફરી શાળાએ આવવાનું શરૂ થતાં ધીમે ધીમે સેટ થયાં હતાં અને ભણવાનું સારી રીતે શરૂ કર્યું હતું. ત્યારે ફરી એક વખત શાળા બંધ થતાં વિદ્યાર્થી ઓને મોટો લોસ થઇ રહ્યો છે. આ સાથે ઓન લાઇન શિક્ષણમાં બાળકોનું ચીડિયા થવું, આંખમાં દેખાવાની સમસ્યા, મોબાઇલનું વળગણ વગેરે દૂષણનો ભય પણ વાલીઓને સતાવતો હોય છે, એવું મનોવિજ્ઞાનના સર્વેમાં પણ સામે આવ્યું છે. ત્યારે બાળકોના હિતને ધ્યાનમાં રાખી શાળા શરૂ કરવામાં આવે એવી અમારી માગ છે
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close