‘લતા દીદી અમને છોડીને ચાલ્યા ગયા’, PM મોદી એ સુરસામ્રાજ્ઞીના નિધન પર શોક વ્યક્ત કર્યો

દેશના શાન સમાન અને સંગીત જગતના શિરમોર સ્વરકોકિલા ભારત રત્ન લતા મંગેશકરનું તા. 06 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના 08:12 કલાકે અવસાન થયું છે. તેમના બહેન ઉષા મંગેશકરે લતાજીના અવસાન અંગે જાણ કરી હતી.
ગત 8જાન્યુઆરીના રોજ 92 વર્ષીય લતા મંગેશકર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એકાદ સપ્તાહથી તેમની તબિયતમાં સુધારો જણાતાં વેન્ટિલેટર સપોર્ટ દૂર કરી દેવામાં આવ્યો હતો પરંતુ 05 ફેબ્રુઆરીના રોજ તેમની તબિયત ફરી ગંભીર થઈ જતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન લતા મંગેશકર ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે હું શબ્દોની પીડાથી પરે છું. લતા દીદી અમને છોડીને ચાલ્યા ગયા. લતા દીદીના નિધનથી દેશમાં એક ખાલીપો સર્જાયો છે જે ભરી શકાય તેમ નથી. આવનારી પેઢીઓ યાદ કરશે કે લતા મંગેશકર કેવા મહાન કલાકાર હતા, જેમના અવાજમાં લોકોના મન મોહી લેવાની શક્તિ હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close