બજેટ 2022માં શું સસ્તું થયું અને શું મોંઘું થયું: કપડાં, મોબાઇલ ફોનથી લઈને હીરા સસ્તાં થયાં, છત્રી મોંઘી થઈ

કોરોના મહામારીની ત્રીજી લહેરની વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2022-23ને રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે ઈલેક્ટ્રોનિકસના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો છે. કેટલીક પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીને વધારવામાં આવી છે, જેને કારણે આ પ્રોડક્ટ્સ મોંઘી થઈ છે. બીજી તરફ કેટલીક પ્રોડક્ટસ પર સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટીને ઘટાડી પણ છે. એવામાં તમારા મનમાં સવાલ થશે કે આ બજેટ તમારા પોકેટને કેટલી અસર કરશે? તો ચાલો, જાણીએ બજેટમાં શું મોંઘુ-શું સસ્તું થયું?
નાણામંત્રીએ મોબાઈલ ફોન ચાર્જર, મોબાઈલ ફોન કેમેરા લેન્સ, ટ્રાન્સફોર્મરનું ડોમેસ્ટિંગ મેન્યુફેકચરિંગ વધારવા માટે કસ્ટમ ડ્યૂટીમાં કન્સેશન આપવાની જાહેરાત કરી છે. જ્વેલરી ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે સરકારે કટ અને પોલિશ ડાયમંડની સાથે રત્નો પરની કસ્ટમ ડ્યૂટીને 5% કરી દીધી છે. સિમ્પલી સોન્ડ ડાયમંડ પર હવે કોઈ કસ્ટમ ડ્યૂટી લાગશે નહિ. બીજી તરફ સરકારે છત્રી પર ડ્યૂટીને વધારીને 20 ટકા કરી દીધી છે.એવી ઘણી ચીજો નથી, જેની પર અસર પડી હોય. 18 ચીજનો ભાવ વધ્યા છે અને માત્ર 8 ચીજ સસ્તી થઈ છે. હવે મોટા ભાગે 90 ટકા ચીજોની કિંમત GST નક્કી કરે છે, જોકે વિદેશથી મગાવવામાં આવેલી વસ્તુ પર ઈમ્પોર્ટ ડ્યૂટીના અસર રહે છે અને એની જાહેરાત બજેટમાં કરવામાં આવે છે. આ કારણે પેટ્રોલ, ડીઝલ, LPG, CNG અને ઈમ્પોર્ટેડ પ્રોડક્ટસ જેવી કે દારૂ, ચામડું, સોના-ચાંદી, ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ, મોબાઈલ, કેમિકલ, ગાડીઓ જેવી ચીજોની કિંમત પર બજેટની જાહેરાતોની અસર પડે છે. એની પર જ સરકાર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારે કે ઘટાડે છે. કેટલાક પર એક્સાઈઝ પણ લગાવવામાં આવે છે ઈમ્પોર્ટ ડ્યૂટી એ ટેક્સ છે, જે બીજા દેશોમાંથી આવતા સામાન(ઈમ્પોર્ટ) પર વસૂલવામાં આવે છે. ઈમ્પોર્ટ ડ્યૂટી કેટલી લાગશે એ સામાનની કિંમતની સાથે-સાથે સામાન કયા દેશનો છે એની પર પણ નિર્ભર કરે છે. ઈમ્પોર્ટ ડ્યૂટીને કસ્ટમ ડ્યૂટી, ટેરિફ, ઈમ્પોર્ટ ટેક્સ કે ઈમ્પોર્ટ ટેરિફ પણ કહે છે. ઈમ્પોર્ટ ડ્યૂટીના બે હેતુ હોય છે- સરકાર માટે આવક મેળવવા અને લોકલ લેવલ પર પ્રોડ્યુસ થતા સામાનને માર્કેટનો ફાયદો અપાવવો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close