દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની બજેટમાં ઘોષણા : દરિયામાં પાણી જતું રોકશે

જો બજેટમાં કરાયેલી વાત પર કામ થાય તો ગુજરાતમાં પાણીની અછત ભૂતકાળ બની જાય આ સપનું આમ તો અટલ બિહારી વાજયેપીનું છે જે મુજબ નદીઓનું પાણી દરિયામાં જતું અટકાવવા દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની બજેટમાં ઘોષણા કરાઇ છે.આ સવાલનો જવાબ મળે તેવી જાહેરાત આ બજેટમાં કરાઇ છે જેમાં ગુજરાત માટે બહુ જ લાભકારક એવા નદી ઓના જોડાણની જાહેરાત કરાઇ છે. આ જાહેરાત માં કેન્દ્રીય મંત્રીએ દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની જાહેરાત કરી છે. જેથી રસ્તા માં આવતી અન્ય સાત મોટી નદીઓ પણ આ પાણીથી નવપલ્લવિત થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.
ચોમાસા સિવાય ઓછું પાણી ધરાવતી આ નદી ઓમાં નર્મદા અને દમણ ગંગાના જોડાણથી બારેમાસ પાણી જોવા મળે એ દિવસો દૂર નથી. આ સાથે જ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીનું નદીઓ જોડવાનું સપનું પૂરું થશે.તેમજ ગુજરાતમાં પાણીની અછત ભૂતકાળ બની જશે. ભારતમાં ઉપલબ્ધ જળરાશીનાં માત્ર 2% જળ રાશી ગુજરાતમાં ઉપલબ્ધ છે. જયારે દેશની 5% વસ્તી ગુજરાતમાં વસે છે. જેથી નદીઓના જોડાણ ની તાતી જરૂરીયાત છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત નો 29% જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ વધારે પાણી છે. જેથી નદીઓના જોડાણથી જ્યાં પાણીની જરૂરીયાત છે ત્યાં આસાનીથી પહોંચાડી શકાશે.
દમણગંગા, પાર, તાપી અને માર્ગમાં આવતી અન્ય નદીઓનાં દર વર્ષે દરિયામાં નકામા વેડફાઇ જતાં વધારાના પાણીનો યોગ્ય ઉપયોગ થશે. સિંચાઇ તેમજ પીવાનાં પાણીની જરૂરિયાતો પૂરી પાડવા માટે અત્યંત ઉપયોગી થશે. દ્વિપકલ્પીય લીંક કેનાલના આયોજનમાં ગુજરાતને લાભકર્તા પાર-તાપી-નર્મદા તેમજ મહારાષ્ટ્રને લાભદાયી દમણગંગા-પીજંલ લીંક કેનાલનો સમાવેશ થાય છે.
402 કિલોમીટર લંબાઈ ધરાવતી પાર-તાપી-નર્મદા લીંક દ્વારા વાર્ષિક 1350 મીલીયન ધન મીટર વધારાના પાણી નર્મદા યોજનાનાં કમાંન્ડ વિસ્તાર સુધી વહન કરવાનુ આયોજન છે. દમણ ગંગા-પીંજલ લીંક દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ શહેરને વાર્ષિક 577 મીલીયન ધન મીટર વધારાનુ પાણી પીવાનાં હેતુસર પુરૂ પાડવાનું આયોજન છે. 
પાર તાપી- નર્મદા લીંક કેનાલનાં આયોજનમાં દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીઓનાં સ્ત્રાવક્ષેત્રમાં ફુલ સાત જળાશયાનાં બાંધકામનો સમાવેશ થાય છે. દમણગંગા-પીંજલ લીંક નાં આયોજનમાં દમણગંગા નદીનાં સ્ત્રાવક્ષેત્ર માં કુલ બે જળાશયોનાં બાંધકામનો સમાવેશ થાય છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close