વલસાડ પુરવઠા વિભાગ દ્વારા વાપીના ભડકમોરા સુલપડ માં છાપો મારી ગેરકાયદે રાંધણ ગેસના બોટલ માંથી નાની બોટલો રિફિલ કરનાર સામે કાર્યવાહી કરતા ફફડાટ

વાપી ના સુલપડ વિસ્તાર માં છેલ્લા કેટલાક થી ગેરકાયદેસર રાંધણ ગેસ સિલિન્ડર માંથી નાના બોટલો માં ગેસ રિફીલિંગ કરવાની કામગીરી કરવામાં આવતી હોવાની બાતમી વલસાડ પુરવઠા વિભાગ ને મળતા વલસાડ જિલ્લા કલેકટર શ્રી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી અને વાપી શહેરી અને ગ્રામ્ય મામલતદાર સાથે બાતમી વળી જગ્યા ઉપર રેડ કરતા 40000 ની કિંમત ના ગેસ સિલિન્ડર જેમાં 9 ભરેલા અને 20 ખાલી સિલિન્ડર કબ્જે કર્યા છે અને ગેસ રિફીલિંગ ની કામગીરી ચલાવનાર સામે કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે 
વાપી ભડકમોરા વિસ્તાર માં આવેલ સુલપડ ના સંસ્કૃતિ આરકેડ બિલ્ડીંગ માં કનૈયા લાલ કેવટ નામ નો ઈસમ ની દુકાન માં છેલ્લા કેટલાક સમય થી રાંધણ ગેસ ના સિલિન્ડર ને ગેસ વડે નાના સિલિન્ડર નું રિફીલિંગ નું કામ ગેરકાયદે કરતા હોય આજે વલસાડ પુરવઠા અધિકારી કેતુલ ઇટાલિયા અને વાપી મામલતદાર અને ટીમે સ્થળ તપાસ હાથ ધરતા દુકાન માં ગેસ રિફીલિંગ નું કામ કરતા રંગે હાથે ઝડપી લીધા હતા જોકે કામગીરી કરનાર કનૈયા લાલ કેવટ સ્થળ ઉપર હાજર ન મળતા તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાયો છે.
 પુરવઠા અધિકારી અને મામલતદાર એ રેડ કરતા સ્થળ ઉપર થી 40 હજાર ની કિંમત ના સિલિન્ડર કબ્જે કર્યા છે જેમાં 9 સિલિન્ડર ભરેલા જ્યારે 20 સિલિન્ડર ખાલી હાલત માં મળી આવ્યા હતા હાલ તો ગેરકાયદે રિફીલિંગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરી છે
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close