વલસાડના પારડી અને વાપી વિસ્તારમાં ઘરફોડ અને વાહનચોરી મામલે 2 શખ્સો પોણા બે લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા સાત ચોરીનો ભેદ ઉકેલાયો

વલસાડ જિલ્લાના પારડી અને વાપી વિસ્તારમાં વધતી જતી ઘરફોડ ચોરી અને વાહન ચોરી અટકાવવા પેટ્રોલિંગ અને બાતમીદારો અને CCTV કેમેરાની મદદ વડે વાપીના 2 આરોપીઓને પારડી અને વાપી તેમજ ડુંગરા પોલીસ મથક વિસ્તારના 7 જેટલી ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે.
વલસાડ જિલ્લાના પારડી અને વાપી તાલુકામાં વધતી જતી ઘરફોડ ચોરી અંકુશમાં લાવવા વલસાડ SOGની ટીમ, LCBની ટીમ અને પારડી પોલોસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન ચોરીની ઘટનાના CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદ મેળવી વાપીના 2 યુવકોને ચોરીના 5 વાહનો અને ગેસ સિલિન્ડર, અને પાણી ખેંચવાની મોટર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. વલસાડ SOGની ટીમે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા પારડી પોલીસ મથક વિસ્તારના 4 વાહન ચોરી અને ડુંગરા પોલીસ મથક વિસ્તારમાંથી 1 ચોરીના વાહન સાથે વાપીના છીરી વિસ્તારમાં રહેતા 2 યુવકોને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આરોપી શિવમ કુંદન કુર્મી પટેલ અને રમેશ ઉર્ફે સોનુ જબ્બાર પ્રજાપતિ ઝડપી પાડયા હતા. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા વધુ 7 ચોરીના ભેદ ઉકેલ્યા છે.
આરોપીઓની MOવલસાડ SOGની ટીમે ઝડપેલાં બંને આરોપીની પૂછપરછ કરતા બંને આરોપીઓ દિવસ દરમ્યાન જે બિલ્ડીંગોમાં વોચમેન ન હોય તેવા એપાર્ટમેન્ટ અને સોસાયટીઓ ટાર્ગેટ કરીને વાહનોના સ્ટેરિંગ લોક તોડી વાહનો ડાયરેકટ કરી તે વાહનો વડે અન્ય જગ્યાએ ચોરી કરવા માટે ચોરીના વાહનોનો ઉપયોગ કરતા હતા. એકજ રાત્રીમાં એકથી વધારે ચોરીની ઘટનાને અંજામ આપવામાં માહિર હતા.આરોપીઓએ વાપીમાં કુલ 15 ચોરીની ઘટનાઓને અંજામ આપી હતી. વર્ષ 2018થી 2021 વચ્ચે વાપી તાલુકામાં કુલ 15 ચોરીઓની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં વાપી GIDC વિસ્તારમાં 3, વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં વર્ષ 2020માં 8 જેટલી ચોરીઓને અંજામ આપી હતી અને 1 વર્ષ 2021માં ચોરી કરી હતી. જ્યારે ડુંગરા પોલીસ મથક હદ વિસ્તારમાં 3 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપી ચુક્યા હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close