સરીગામ આરતી ડ્રગ્સનું 3.38 લાખનું કેમિકલ ભરેલા ટેન્કર સાથે 3ની અટક

સરીગામ જીઆઈડીસીનાં એન્જિનિયરિંગ ઝોનમાં આવેલી આરતી ડ્રગ્સ કંપનીનું યુનિટ 2નું 30ટન પ્રવાહી કેમિકલ ભરેલું ટેન્કર જરૂરી દસ્તાવેજોના અભાવે શનિવારે મળસ્કે ભીલાડ આરટીઓ કચેરી થી વાપી એસઓજીની ટીમે ઝડપી પાડ્યું હતું.આ ટેન્કર સરીગામની કંપની માંથી ભરી બોઈસર વેચાણ માટે જવાનું હતું.ચાલક સહિત ત્રણ ઈસમ ની પોલીસે અટક કરી છે.
સરીગામ જીઆઇડીસીનાં એન્જિનિયરિંગ ઝોનમાં રોડ નંબર 2 પર આવેલી આરતી ડ્રગ્સનું ગત સપ્ટેમ્બર માસમાં સોલિડ વેસ્ટનો નિકાલ કરતું ટેન્કર સ્થાનિકોની મદદથી જીપીસીબીની ટીમે ઝડપી લીધું હતું.જે ઘટનાનાં છ માસ થયા ત્યાં ફરી શનિવારે સવારે 5 કલાકે વાપી એસઓજીની ટીમે ભીલાડ આરટીઓ કચેરી પરથી સરીગામથી બોઇસર જતું ટેન્કર નં.GJ.15.AX.2810 ઝડપી પાડ્યું હતું. ઝડપી પાડેલા ટેન્કરમાં રૂ.338760 નું 30460 લિટર પ્રવાહી કેમિકલ ભરેલું મળી આવ્યું હતું. ટેન્કરચાલક અનિષ ખાન રફિક્ખાન ખાન, મજિબૂલખાન વાજીબ ખાન અને અક્ષર અલી ખાન મજબૂર ખાન તમામ રહે, બોઈસર, અવધ નગર, પાલઘરની અટક કરી હતી.
પોલીસે 5લાખ કિંમતનું ટેન્કર તથા રૂ.338760 કિંમતનું કેમિકલ પ્રવાહી સાથે કુલ રૂ.8,38760નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ટેન્કર સાથે ઝડપાયેલા ચાલક કેમિકલ વહન માટે જરૂરી દસ્તાવેજ રજુ કરી કરી શક્યો ન હતો. પૂછપરછમાં આ કેમિકલ કંપનીમાંથી તાંબે નામના કર્મચારીએ ભરાવી બોઈસર વેચાણ માટે લઈ જવાનું હોવાનું જણાવ્યું હતું.બનાવ અંગે વાપી એસઓજીના અશોક રમા શંકરે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close