વાપી ગુંજનમાં મહિલાનું મંગળસુત્ર પડ્યા બાદ એલસીબીની ટીમે CCTVથી શોધી કઢાયું

વાપીના ગુંજનમાં રહેતી મહિલાના ગળામાંથી મંગળસુત્ર પડી ગયા બાદ તે પોલીસના શરણે પહોંચી હતી. બનાવની જાણ થતા એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે દાગીના ઉચકનાર યુવકના ઘરે પહોંચી હતી અને મહિલાને મંગળસુત્ર પરત આપી માનવતા મહેકાવી હતી.
વાપી ગુંજન વિસ્તારમાં રહેતી ગંગાબેન રવિભાઇ મોદક ગુરૂવારે સવારે કંપનીમાં નોકરી જવા માટે ચાલતી નીકળી હતી. તે દરમિયાન મોરારજી સર્કલ પાસે તેમનું એક તોલાનું મંગળસુત્ર પડી ગયું હતું. જેની જાણ તેમને કંપનીમાં પહોંચ્યા બાદ થતા આ અંગે પોલીસને જાણ કરાઇ હતી. જે બાદ એલસીબીના એએસઆઇ વિક્રમભાઇ અને પોકો પરેશભાઇએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા એક ઇસમ મંગળસુત્ર ઉચકતા નજરે ચઢ્યો હતો.પોલીસ ફૂટેજના આધારે આગળ તપાસ કરી યુવકના ઘર સુધી પહોંચી હતી. યુવકે જણાવ્યું હતું કે, યુવકને રસ્તા પરથી મંગળસુત્ર મળ્યા બાદ તેણે નજીકના દુકાનદારો પાસેથી તેના માલિક અંગે પૂછપરછ કરી હતી. છેલ્લે તે મંગળસુત્ર ઘરે લઇને જતો રહ્યો હતો. પોલીસે આ મંગળસુત્ર પરત ગંગાબેનને સોંપી માનવતા મહેકાવી હતી. તેમજ કોઇ પણ બનાવમાં તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરાઇ હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close