News
દમણમાં રાત્રે મોટા અવાજે ડીજે વગાડનારા 4 સંચાલકો સામે FIR કોર્ટની ગાઇડલાઇનનું પાલન ન થતાં કાર્યવાહી ચારેય સ્થળોએ લગ્નમાં 10 વાગ્યા પછી ડીજે વાગતું હતું.
સંઘપ્રદેશમાં રાત્રે 10 વાગ્યા પછી કોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે ડીજે પર પ્રતિબંધ છે. આમ છતાં કેટલીક જગ્યાએ ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ થઇ રહ્યો હતો. પોલીસે નાની દમણ વિસ્તારમાં લગ્નમાં રાત્રે 10 વાગ્યા પછી મોટા અવાજે ડીજે વગાડતા ચાર સંચાલકો સામે કાર્યવાહી કરી છે. નાની દમણ વિસ્તારમાં રાતના 10 વાગ્યા પછી પણ જોર જોરથી ડીજે વગાડતા 4 સંચાલકો સામે પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી છે. મ્યુઝિક સિસ્ટમના કારણે સ્થાનિકોને હેરાનગતિ થતા આ અંગે પોલીસમાં ફરિયાદ કરાઇ હતી.
નાની દમણ વિસ્તારમાં ગુરૂવારે રાત્રે 10 વાગ્યા બાદ ડીજે સાઉન્ડ જોર જોરથી વગાડતા આજુબાજુના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કોર્ટની ગાઇડ લાઇન્સ મુજબ ડીજે સાઉન્ડ-મ્યુઝિક સિસ્ટમ રાતના 10 વાગ્યા બાદ બંધ કરી દેવા આદેશ આપવા છતાં તેનો ઉલ્લંઘન કરાતા તેમજ ડીજે સાઉન્ડ અને મ્યુઝિક સિસ્ટમથી નીકળતા ધ્વનિને લઇ ન્યૂસન્સના કારણે આજુબાજુમાં રહેતા લોકોને હેરાનગતિ થઇ રહી હતી. જેથી દમણ પોલીસે રાત્રે 10 વાગ્યા બાદ ડીજે સાઉન્ડ અને મ્યુઝિક સિસ્ટમ વગાડતા સંચાલકો પાસેથી તમામ સામગ્રી કબજે લઇ તપાસ હાથ ધરી હતી. ચારેય સંચાલકો વિરૂદ્ધ સીઆરપીસી અંડર સેક્શન 133 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી.આ 4 સામે કડક કાર્યવાહી કરવામાં આવી નાની દમણ પોલીસે રાતના 10 વાગ્યા પછી ડીજે વગાડી લોકોને હેરાન કરવા બદલ રાજેશ રમેશ ટંડેલ રહે.મોટેગામ શેરી નાની દમણ ના ઓપરેટર વિમલ કિશન હળપતિ પાસેથી ડીજેની સામગ્રી કબજે કરી છે. જ્યારે દિલીપ નગરમાં રહેતા પ્રગણેશકુમાર સુરેશ પટેલના ઓપરેટર સેવીલ રમેશભઇયા વરલી, કોઠાપાઠ શેરીમાં રહેતા જૈનિક ભરત ટંડેલના ઓપરેટર ગોકુલ મંગુ હળપતિ અને ભવાની માતા મંદિર પાસે રહેતા મનીલાલ રામજી ટંડેલના ઓપરેટર અનિલ ઠાકુર પટેલ પાસેથી ડીજેની સામગ્રી કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment