News
UIAની ચૂંટણીમાં 15 બેઠક સામે કુલ 34 ફોર્મ ભરાયા ચૂંટણી આગામી 24 માર્ચના રોજ યોજાનાર છે
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસો.ની 15 બેઠકની ચૂંટણીમાં શુક્રવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 34 ઉમેદવારી નોંધાઇ છે. હવે 10 માર્ચે ઉમેદવારી પરત ખેચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
ઉમરગામ જીઆઇડીસી ઉદ્યોગપતિઓનુ સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસો સિએશન (યુઆઇએ)ની ચૂંટણી આગામી 24 માર્ચના રોજ યોજાનાર છે ત્યારે યુ.આઇ.એસ.ની ચૂંટણીને લય ઉદ્યોગપતિઓમાં રાજકીય માહોલ ગરમાવા માંડ્યો છે. યુઆઇએની 15 બેઠક સામે કુલ 34 ફોર્મ ભરાયા છે.આગામી 10 માર્ચ સુધી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે ઉમેદવારોની યાદી સ્પષ્ટ થશે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી કોણ પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચશે તે જાણવા માટે ઉદ્યોગપતિઓમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.ભૂતકાળમાં એક ટેબલ ઉપર બેસીને કામ કરતાં તેમજ અંગત મિત્રતા ધરાવતા કેટલાક જાણીતા ઉદ્યોગપતિઓ હાલની ચૂંટણીમાં યુ.આઇ.એ.ની સત્તા હાસિલ કરવા આમને સામને પોતાની પેનલ મેદાનમાં ઉતારી ચૂંટણી પ્રચાર અને તેની તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે બન્ને પેનલમાં કેટલાક ઉદ્યોગપતિ જાણીતા અને અનુભવી રાજકીય મહારથીઓ હોવાના કારણે આગામી 24મી માર્ચના દિને યોજનારી યુ.આઇ.એ. ની ચૂંટણી તેમના માટે પ્રતિષ્ઠાનો જંગ સાબિત થઈ રહેશે. પ્રતિષ્ઠા માટેની આ ચૂંટણીમાં બે લોબી ઉદ્યોગપતિઓને પોતાની તરફેણમાં મતદાન માટે મનાવવાની ઝૂંબેશમાં પડી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment