News
વાપીથી દીકરીને ટ્રેનમાં બેસાડી પણ.દીકરી વતન બિહાર માં પણ ન પહોંચતા પિતાજીએ આ અંગે રેલવે પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવી
વાપીમાં દીકરીને ટ્રેનમાં બેસાડ્યા બાદ પિતાજી ઘરે જતા રહ્યા હતા. 5 કલાક બાદ દીકરીને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. દીકરી વતન બિહાર માં પણ ન પહોંચતા પિતાજીએ આ અંગે રેલવે પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી.
દમણ સોમનાથ સ્થિત ક્લારિયા રોડ ઉપર રહેતા અને મુળ પટના (બિહાર)ના દીનાનાથ સીંગ 31 ઓક્ટોબરના રોજ સાંજે 7.10 કલાકે તેમની પરિણીત દીકરી અનન્યાસીંગ ક્રુનાલ કિશોર ઉ.વ.25ને વાપી રેલવે સ્ટેશને સહરસા હમસફર એક્સપ્રેસ ટ્રેનના કોચ નં. બી-3 સીટ નં.06 ઉપર બેસાડી પરત ઘરે જતા રહ્યા હતા. તેમની દીકરી ગામ જમુવારા થાના. ચીથોરા પોસ્ટ મિર્ઝાપુર જી.નાલંદા (બિહાર) જવા માટે ટ્રેનથી રવાના થઇ હતી. ટ્રેન રવાના થયા બાદ પિતાજીએ ઘરેથી રાતના 11 વાગે દીકરીને કોલ કરતા ફોન બંધ બતાવ્યો હતો.આ ટ્રેન બિહાર પહોંચ્યા બાદ દીકરી ઘરે પહોંચી કે નહી તેની તપાસ કરતા તે ઘરે પણ ન પહોંચ્યા હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે પિતાજીએ વાપી રેલવે પોલીસ સ્ટેશને દીકરી ગુમની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment