News
4 મહિનામાં ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યુ હતું જેનું ઉદ્દઘાટ્ન આજ રોજ ગુજરાત રાજ્યના નાણાં ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના જન્મ દિવસે તેમના વરદ હસ્તે કરવામાં આવ્યું
વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન(VIA) ની ગ્રીન સોસાયટી દ્વારા વાતાવરણ અને પર્યાવરણને સુધારવા અને પર્યાવરણની સલામતી માટે સતત અનેક પ્રયત્નો કરવામાં આવે છે, અને એના ભાગ સ્વરૂપે, GIDC, NAA, VGEL અને GPCB ના સમર્થનથી, ઔદ્યોગિક વસાહતના પ્રવેશ બિંદુ પર લેન્ડમાર્ક તરીકે, યુપીએલ લિમિટેડ, NH નંબર 48 નજીક ક્લેપ્સ હેન્ડ ખાતે ઓક્સિજન પાર્ક વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું અને લગભગ 4 મહિનામાં ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યુ હતું જેનું ઉદ્દઘાટ્ન આજ રોજ ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના જન્મ દિવસે તેમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાના એસ.પી. ડૉ.રાજદીપસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વી.આઈ.એ. ના માનદ મંત્રી શ્રી સતિષ પટેલ, ખજાનચી શ્રી હેમાંગ નાયક, સહ માનદમંત્રી તેમજ વી.આઈ.એ.ની ગ્રીન સોસાયટીના ચેરમેન શ્રી કલ્પેશ વોરા, વી.આઈ.એ. ના એડવાઈઝરી બોર્ડના મેમ્બર શ્રી એ.કે.શાહ, શ્રી શિરીષ દેસાઈ, શ્રી યોગેશ કાબરિયા, શ્રી એલ.એન.ગર્ગ અને શ્રી પ્રકાશ ભદ્રા, વી.આઈ.એ.ના ઇન્વીટી મેમ્બર શ્રી કમલ શાહ, વી.આઈ.એ.ના એક્સીક્યુટીવ કમિટી મેમ્બર જેવા કે શ્રી હેમંત પટેલ, શ્રી કૌશિક પટેલ, શ્રી સુરેશ પટેલ, શ્રી મગન સાવલિયા, શ્રી રાજુલ શાહ, શ્રી લલિત કોઠારી, શ્રી મિતેશ દેસાઈ, શ્રી વિરાજ દક્ષિણી અને શ્રી દેવેન્દ્ર પટેલ અને વી.આઈ.એ.ના અન્ય સભ્યો, વી.જી.ઈ.એલ.ના સી.ઈ.ઓ.શ્રી જતીન મેહતા, વાપીના ડી.વાય. એસ.પી. શ્રી શ્રીમાલ શેષમાં, જી.આઈ.ડી. સી. વાપીના વિભાગીય અધિકારી શ્રી આશિષ મારુ, જી.આઈ.ડી.સી.વાપીના પ્રાદેશિક અધિકારી શ્રી દિનેશકુમાર પરમાર, જી.આઈ.ડી.સી.વાપીના કાર્યપાલક ઈજનેર અને નોટીફાઈડ એરિયા ઓથોરિટી વાપીના મુખ્ય અધિકારી શ્રી દેવેન્દ્ર સાગર અને જી.પી.સી.બી.વાપીના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી શ્રી એચ.એમ.ગાંવિત તથા વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ કાશ્મીરા શાહ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી કલ્પેશ વોરાએ તેમના સ્વાગત પ્રવચન દરમિયાન ઓક્સિજન પાર્ક વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વી.જી.ઈ.એલ.ની સી.એસ. આર. કમિટી ના ડિરેક્ટર અને ચેરમેન શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો, ઓક્સિજન પાર્કના વિકાસમાં સમર્થન બદલ આભાર માન્યો હતો અને મંચ પર બિરાજમાન મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ઓક્સિજન પાર્કની ડિઝાઈન તૈયાર કરનાર સ્ટુડન્ટ્સ કુ.વામા શાહ અને શ્રી અર્શ કુરેશી તેમજ એન્વાયરોટેક લેન્ડસ્કેપ એન્ડ ડેવલપર્સના શ્રી ચિરાગ પટેલ કે જેમણે ઓક્સિજન પાર્ક વિકસાવ્યો છે, તેઓને શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે તેમના સંબોધન દરમિયાન વી.આઈ.એ.ની ગ્રીન સોસાયટીના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં નિષ્ક્રિય અને જર્જરિત હાલતમાં પડી રહેલ જમીનને વિકસાવવાની કલ્પના કરવામાં આવી અને તેના ફળ સ્વરૂપ એક સુંદર પ્રોજેક્ટ - "ઓક્સિજન પાર્ક" ની રચના થઇ.અંતે શ્રી સતિષ પટેલે ઉપસ્થિત મહાનુભાવો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment