News
વલસાડ અને વાપીમાં રાત્રિ કફર્યૂના કારણે જિલ્લા ના 6 ST ડેપોમાં 3 લાખની આવક ઘટી
વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે રાજ્ય સરકારે નાઈટ કફર્યૂની અમલવારી 22 જાન્યુઆરી થી કરવામાં આવી હતી. વલસાડ વાપી સહિત 17 નવા શહેરોમાં નાઈટ કફર્યૂની અમલવારી શરૂ કરતા ની સાથે વલસાડ જિલ્લામાં આવેલા 6 ડેપોને રોજ ની આવકમાં એક ડેપોમાંથી રૂ. 50 હજારની આવકનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વલસાડ એસટી ડિવિઝનમાંથી રોજની 3 લાખની આવકનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેને લઈને નાઈટ કફર્યૂ દરમ્યાન એસટી બસમાં યાત્રીઓની નોંધપાત્ર અવર જવરમાં ઘટાડો જોવા મળ્યો છે.
વલસાડ જિલ્લા અને રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે વલસાડ વાપી સહિત રાજ્યના 17 શહેરોમાં નાઈટ કફર્યૂની અમલવારી કરવાની જાહેરાત કરી હતી. 22 જાન્યુઆરીથી વલસાડ વાપી સહિત 17 નવા શહેરોમાં નાઈટ કફર્યૂની અમલવારી શરૂ કરી હતી. નાઈટ કફર્યૂની અમલવારી શરૂ કરતાની સાથે વલસાડ એસટી ડેપો સહિત રાજ્યમાં એસટી ઉપર રોજની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં આવેલા 6 એસટી ડેપોમાં રોજની 3 લાખની આવકનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વલસાડ એસટી ડિવિઝનમાં રોજના 3 લાખનો નોંધ પાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
વલસાડ એસટી ડેપોને ડેપો મેનેજર જેબી જોષીના જણાવ્યા અનુસાર નાઈટ કર્યું પહેલા વલસાડ ડેપોની રોજની આવક 6 લાખ હતી.22 જાન્યુ આરીથી ઘટીને 5.50 લાખની આવક થઈ છે. વલસાડ ડેપો સહિત રાજ્યના તમામ ડેપોમાં રૂ.50 હજારથી લઈને 1 લાખ સુધીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એસટી નીગમ દ્વારા કોવિડ ગાઈડ લાઈનના પાલન સાથે રોજ ટ્રીપો દોડાવવામાં આવી રહી છે. સંક્રમણ ઘટાડવા નિગમ દ્વારા યથાર્થ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment