News
આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીના વિદ્યાર્થીઓ આંતરકોલેજ સ્તરે યોજાયેલ સ્પર્ધાઓમાં ઝળક્યા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવેકાનંદ બી.એડ કોલેજ દ્વારા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ નિમિત્તે સપ્તાધારા અને આંતર કોલેજ સ્પર્ધાઓ યોજાયેલી હતી.
જેમાં આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીના પ્રદ્યાપિકા ડૉ.કવિતા પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ લોકગીત ગાન સ્પર્ધા તથા હેન્ડીક્રાફ્ટ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં બી.એડ કોલેજના સેમ-૧ની વિદ્યાર્થીની જૈમિમાં ટંડેલ લોકગીત સ્પર્ધામાં ત્રીજા ક્રમે આવી હતી. જે કોલેજ માટે ગૌરવની વાત હતી. લોકગીત ગાન સ્પર્ધામાં જહાન્વી દલાલએ પણ ભાગ લીધો હતો તેમજ હેન્ડીક્રાફ્ટ સ્પર્ધામા ભૂમિ પટેલ, જહાન્વી ચૌહાણ, કૃપાક્ષી ટંડેલે ભાગ લીધો હતો. જેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો તથા વિજેતા ઓને આર. કે. દેસાઈ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી. અને તેઓ હજુ વધુ ઊંચાઈએ પહોંચે એવી શુભકામનાઓ પાઠવી હતી. આ સિદ્ધિ બદલ બી.એડ કોલેજના આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ તથા કોલેજના ચેરમેન શ્રી મિલન દેસાઈ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment