News
વાપી ઈન્ડસ્ટ્રીય એસોસિએશન દ્વારા કેન્દ્રીય બજેટ ને આવકારવામાં આવ્યું ઉદ્યોગકારો ખુબજ ખુશ નજર આવી રહ્યા છે.
વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એ આજ રોજ ભારત સરકારના નાણાં મંત્રી નીમલા સીતારમણ જે બજેટ જાહેર કર્યું તેને આવકાર્યું છે. વાપીના ઉદ્યોગકારોએ આ બજેટને આવકાર આપ્યો છે. અને નાણામંત્રીએ જે પણ યોજનાની જાહેરાતો કરી છે. તે તમામ જાહેરાતોની પ્રસંશા કરી છે.
ખાસ કરીને ડિજિટલ કરન્સીને લઈ વાપીના ઉદ્યોગ કારોએ સારૂ પગલું ગણ્યું છે. આવનાર સમયમાં આનાથી ખુબજ ફાયદો થશે તેવું VIAના અગ્રણી ઓ અને હોદ્દેદારોનું માનવું છે. વાપીમાં ખૂબ મોટા પાયે ફેકટરીઓ આવેલી છે જેમાં પેપર મિલ, કેમિકલ પ્લાસ્ટિક અને કાપડનું ખૂબજ મોટા પ્રમાણ માં પ્રોડક્શન થાય છે ત્યાંરે આજના બજેટને વાપી ના ઉદ્યોગકારો ખુબજ ખુશ નજર આવી રહ્યા છે. ગેરકાયદે ક્રિપ્ટો કરન્સી ને લઈ લોકો ને ખુબજ મુશ્કેલ પડી રહી હતી ત્યારે ભારત સરકાર જે ડિજિટલ કરન્સી શરૂ કરી રહી છે અને msm સેક્ટર માટે પણ અહી ના ઉદ્યોગકારો એ આ બજેટ ને સકારાત્મક આવકારી રહ્યાં છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment