વાપી બસ સ્ટેશને ડિવિઝન કંટ્રોલરે મુસાફરો, કર્મચારીઓ પાસેથી સમસ્યાઓ અંગે વિગતો મેળવી

વલસાડ જિલ્લાના વાપી બસ સ્ટેશન પર વલસાડ સુરત GSRTC ના ડિવિઝન કંટ્રોલર સંજય જોશીએ નાઈટ રાઉન્ડ કરી ડેપો, વાહનોની સ્થિતિ અને વિવિધ રૂટ અંગે મુસાફરો GSRTCના કર્મચારી ઓ સાથે વિચાર વિમર્શ કરી વિગતો મેળવી હતી.
ગત રાત્રે વાપી બસ સ્ટેશનની સુરત વલસાડ GSRTC ના એડિશનલ ચાર્જમાં રહેલા ડિવિઝન કંટ્રોલર સંજય જોશીએ મુલાકાત લીધી હતી. સંજય જોશીએ અહીં ડેપો મેનેજર સાથે નાઈટ રાઉન્ડ કરી વાહનોની અને ડેપોની પરિસ્થિતિ જાણી હતી. તેમજ બસના વિવિધ રૂટ માટે મુસાફરોને પડતી સમસ્યાઓ અંગે મુસાફરો સાથે તેમજ બસના ડ્રાયવર કંડકટર પાસે આવતી રૂટ મુજબની મુસાફરોની માંગણી સંદર્ભે વિચાર વિમર્શ કરી સારી સુવિધા કઈ રીતે પુરી પાડી શકાય તેનાથી અવગત થયા હતાં.
જો કે વાપી ડેપો પર પાર્સલ ઓફીસ નજીક જ ઉભા થઇ ગયેલ લારી ગલ્લાથી ટ્રાફિક સહિતની અડચણ ઉભી થતી હોવાની વિગતો મેળવી આ અંગે પણ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. GSRTC મુસાફરોને સારી સુવિધાઓ આપવા કટિબંદ્ધ હોવાનું પણ ડિવિઝન કંટ્રોલરે જણાવ્યું હતું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close