ગુજરાતી સિંગર મંગેતર પવન જોષી સાથે ગડા હાઉસની મહેમાન બની, જેઠાલાલને મળીને ખુશ થઈ ગયાં

ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે મંગેતર પવન જોષી સાથે મુંબઈ ગઈ હતી. અહીંયા બંને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર પણ ગયા હતા.
પવન જોષીએ સો.મીડિયામાં દિલીપ જોષી (જેઠાલાલ) સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અંતે, મારા સૌથી ફેવરિટ એક્ટર તથા કોમેડીના કિંગ દિલીપ જોષી સર સાથે મિટિંગ થઈ.' કિંજલ દેવની સાથે તેનો ભાઈ આકાશ દવે પણ જોવા મળ્યો હતો. ત્રણેય સિરિયલમાં ગડા હાઉસ એટલે કે જેઠાલાલના ઘરે ગયા હતા અને હિંચકા પર બેસીને ફોટો પડાવ્યો હતો.
કિંજલ-પવન તથા આકાશ બોલિવૂડ તથા ટીવી એક્ટર વિશાલ જેઠવાને પણ મળ્યા હતા. વિશાલે 2013માં ટીવી સિરિયલ ‘ભારત કે વીરપુત્ર’માં અકબરનો રોલ કર્યો હતો. વર્ષ 1994મા જન્મેલ 25 વર્ષીય વિશાલ જેઠવાનો પરિવાર મૂળ ગુજરાત ના ઉનાના અંબાડા ગામનો છે. વિશાલનું મોસાળ દીવમાં છે, જ્યારે વિશાલના માસા-માસી કોડીનાર માં રહે છે. વિશાલ 'મર્દાની 2'માં વિલનના રોલમાં જોવા મળ્યો હતો. હાલમાં જ વિશાલ વેબ સિરીઝ 'હ્યુમન'માં શૈફાલી શાહ સાથે જોવા મળ્યો હતો. વિશાલના પિતાનું 2008માં અવસાન થયું હતું.
પવન જોષી તથા કિંજલ દવેએ એપ્રિલ, 2018માં સગાઈ કરી હતી. તેમની સગાઈને 3 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે.કિંજલ દવેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે છેલ્લે 'જીવી લે' સોંગ ગાયું હતું. નોંધનીય છે કે 2018માં કિંજલે 'દાદા હો દીકરી'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. 2019માં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી.

આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close