પ્લાયવુડ નો વેપાર કરતાં ચાર વેપારી ઓડી કારમાં દારુ સાથે ડાભેલ ચેકપોસ્ટ ઉપરથી ઝડપાયા

વાપી ટાઉન પોલીસ ડાભેલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન દમણ તરફથી એક ઓડી કાર નંબર MH 04FZ 1469 આવતા તેને રોકી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂની બોટલો જેની કિંમત 15000 નો મળી આવ્યો હતો.
જે બાબતે કાર માં બેસેલા ચાર ઈસમો નામ સુરેશ સેરુમલ દેવેન્દ્ર, અભિષેક પવન સચદેવ,પવન ધર્મદાસ સચદેવ અને મોહિત મહેન્દ્ર પટેલ તમામ રહે.રાયપુર,છત્તિશગઢ ને પકડી પાડી વધુ પૂછપરછ કરતાં આ ચારેય ઈસમો છત્તિશગઢ માં પ્લાયવુડ નો ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
હાલ વાપી ટાઉન પોલીસે ઓડી કાર કબજે કરી ચારેય આરોપી વિરુદ્ધ પ્રોહી એકટ કલમ મુજબનો ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close