નારગોલ ગામે દરિયાય સુરક્ષા દીવાલની વધુ ફાળવણી માટે નારગોલ સરપંચ સ્વીટી ભંડારીએ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી

 નારગોલ ગામનો દરિયા કિનારો ધોવાણ થઈ રહિયો છે જેને અટકાવવા માટે જરૂરી દરિયાય સુરક્ષા દીવાલની માંગણી નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીએ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.
 આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાનું નારગોલ ગામ દરિયા કિનારે વસેલું ગામ છે.
 ગ્લોબિંગ વોર્મિંગના કારણે છેલ્લા પંદર વર્ષમાં કાંઠાના જમીન દરિયાય ધોવાણની ચપેટમાં આવતા દરિયો ઝડપથી વસ્તી તરફ આવી રહિયો છે. નારગોલ બંદર વિસ્તારમાં પણ દરિયાય ધોવાણ વધુ ઝડપથી થઈ રહિયું છે.
 ભૂતકાળમાં તેમજ વર્તમાન સમયે બનેલ સુરક્ષા દીવાલ અપૂરતી હોય હજી ૨૦૦૦ મીટર જેટલી સુરક્ષા દીવાલની હજી જરૂરિયાત હોવાથી નારગોલ ગામના કાંઠાનું ધોવાણ અટકાવવા માટે નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીએ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે.
 દરિયાય ધોવાણના કારણે અત્યાર સુધી અનેક જાહેર મિલકત જેવી કે સ્મશાન ભૂમિના મકાનો, વન વિભાગના હજ્જારો વૃક્ષોને નુકશાની થઈ ચૂકી છે. છેલ્લા દશ વર્ષની અંદર દરિયો ૩૦ ફૂટ જેટલો વસ્તી તરફ આગળ ધપી ચૂક્યો છે. ૧૦ વર્ષ પહેલા નારગોલ માછીવાડના પૂર્વ અને દક્ષિણ દિશામાં પત્થરની સુરક્ષા દીવાલ બનાવવામાં આવી હતી, તાજેતરમાં ૨૦૦ મીટર માગેલવાડ ખાતે, ૩૩૦ મીટર માલવણ બીચ ખાતે પત્થરની સુરક્ષા દીવાલ નિર્માણ ચાલી રહિયું છે પરંતુ હજી ઘણો વિસ્તાર દરિયાય ધોવાણની ચપેટમાં આવી રહિયો છે
 જેથી સત્વરે આયોજન કરી નારગોલના દરિયા કિનારે જરૂરી સુરક્ષા દીવાલનું નિર્માણ કરવામાં આવે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close