News
ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જય જલારામ - એ ટીમ ફાઇનલ વિજેતા નિવડી
ઉમરસાડી માછીવાડ ગામમાં ટંડેલ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં કુલ - ૨૨ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંતિમ ત્રણ મેચ ભારે દિલધડક અંત તક યાની છેલ્લા બોલ સુધી નિશ્ર્ચિત ન હતી કે કઇ ટીમ જીતશે જેમાં નેશનલ ફાઈટર - એ વર્સિસ ટી. વી. સ્ટ્રીટ - એ, એમ.સી. સી - એ વર્સિસ જય જલારામ - એ તથા નવયુગ - એ વર્સિસ ટી. વી. સ્ટ્રીટ - એ અંતે જયજલારામ - એ ( વાણિયા ફળિયા ) અને નવયુગ - એ ( કસ્ટમ સ્ટ્રીટ ) ની ટીમે ફાઈનલમાં પ્રવેશ કર્યો. ફાઈનલ મેચમાં જય જલારામ - એ ટીમના કેપ્ટને ટૉસ જીતી પહેલા ફિલ્ડીંગ ભરવાનું પસંદ કર્યું જેનો બેનિફિટ લઇ મીત ટંડેલ ની ધારદાર બોલિંગ આક્રમણ સામે નવયુવાન - એ ટીમ ૮ ઓવરમાં માત્ર ૬૪ રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
૬૪ રનનો પીછો કરતી જયજલારામ - એ ટીમની શરૂઆતમાં વિકેટ પડતા મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા કિરણ ટંડેલે બાજી સંભાળી લીધી અંતે દર્શન માંગેલાએ છેલ્લી બે ઓવરમાં વિસ્ફોટ બેટિંગ કરી વિજય ટ્રોફી ઉપર હક્ક જમાવ્યો હતો. ફાઈનલ બેસ્ટ બોલર મીત ટંડેલ, ફાઈનલ બેસ્ટ બૅસમેન કિરણ ટંડેલ, મેન ઓફ ધ મેચ મીત ટંડેલ તથા મેન ઓફ ધ સિરીઝ દર્શન માંગેલા રહ્યાં હતાં. આમંત્રિત મહેમાનો ના વરદ હસ્તે ટ્રોફી, મેડલ, રનર્શપ ટ્રોફી, રોકડ પુરસ્કાર તથા વિજેતા ટ્રોફી, રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં. આ સ્પર્ધામાં ગામના યુવામિત્રો ધણી મહેનત કરતાં નજરે ચઢ્યાં હતાં
Previous article
Next article
Leave Comments
Post a Comment