સુરત જીલ્લા પોલીસ વડા ઉષા રાડા ,ચારેય બાળકો પગભર થાય ત્યાં સુધી “ વાત્સલ્ય ધામ “ એ લીધી રેહવા ,જમવા તેમજ અભ્યાસની જવાબદારી

વિધવા મહિલાની હત્યા બાદ નિરાધાર બનેલા ૪ બાળકોના આધાર બન્યા સુરત જીલ્લા પોલીસ વડા ઉષા રાડા ,ચારેય બાળકો પગભર થાય ત્યાં સુધી “ વાત્સલ્ય ધામ “ એ લીધી રેહવા ,જમવા તેમજ અભ્યાસની જવાબદારી
ગત ૨૮ જાન્યુઆરીના રોજ પલસાણાના વરેલી ખાતે સગા ભત્રીજાએ સાફ સફાઈ જેવા સામાન્ય ઘર કંકાશના ઝગડામાં પોતાની ૪૧ વર્ષીય સગી કાકી સંગીતા લોખંડેની કરપીણ હત્યા કરી નાખી હતી ,જોકે પોલીસ દ્વારા ભત્રીજાની ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ સંગીતા લોખંડેની હત્યા બાદ તેમના ચાર બાળકો નિરાધાર થઇ ગયા હતા ,જોકે ઘટના બાદ જીલ્લા પોલીસ વડા ઉષા રાડાએ પીડિત પરિવારની આકસ્મિક મુલાકાત લેતા બાળકોના વયોવૃદ્ધ દાદીએ બાળકોના ઉછેર માટેની ચિંતા જીલ્લા પોલીસ વડા સમક્ષ કરતા જીલ્લા પોલીસ વડાએ નિરાધાર બનેલા બાળકોની ચિંતા કરી કામરેજ ખાતે કાર્યરત સામાજિક સંસ્થા વાત્સલ્ય ધામના શ્રી વસંત ગજેરા ને સમગ્ર બાબત થી વાકેફ કરાવ્યા હતા.



વાત્સલ્ય ધામ સંસ્થા કામરેજ ખાતે વર્ષો થી કાર્યરત છે અને અહિયાં ૭૦૦ થી વધુ ગરીબ ,નિરાધાર બાળકો આશરો લઇ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે જીલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર બાબતે વાત્સલ્ય ધામના સર્વેસર્વા એવા શ્રી વસંત ગજેરાને કરતા તરતજ વસંત ભાઈ એ ચારેય બાળકો પગભરના થાય ત્યાં સુધી રેહવા ,જમવા ઉપરાંત તમામ અભ્યાસની જવાબદારી સ્વીકારી લીધી હતી, હરહમેશ લોકસેવાને મહત્વ આપતા અને હર હમેશ લોક સેવા માટે તત્પર રેહતા જીલ્લા પોલીસ વડા ઉષા રાડા તેમજ કડોદરા પોલીસ મથક ના બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર હેમંત પટેલ દ્વારા ચારેય બાળકો તેમજ વયોવૃદ્ધ દાદીને વાત્સલ્ય ધામ ખાતે પહોચાડીને એક ઉત્કૃષ્ટ માનવીય અભિગમ દાખવું છે
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close